કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સ્ટી્પ બિસ્કીટસ

Photo of Strip Biscuites by Avani Desai at BetterButter
0
2
0(0)
0

સ્ટી્પ બિસ્કીટસ

Nov-13-2018
Avani Desai
25 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટી્પ બિસ્કીટસ રેસીપી વિશે

સ્ટી્પ બિસ્કીટ દેખાવ માં જેટલી સરસ લાગે છે, એટલીજ સ્વાદ માં પણ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

 • ઈંડા વિનાનું
 • સામાન્ય
 • તહેવાર
 • મિશ્રણ
 • બેકિંગ
 • સ્નેક્સ
 • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

 1. 1 3/4 કપ મેન્દો
 2. 2 ટેબલ સ્પૂન કોકો પાવડર
 3. 1/ 4 કપ દળેલી ખાન્ડ
 4. 1/2 કપ બટર
 5. 2 ટેબલ સ્પૂન દૂધ
 6. 1 ટી સ્પૂન વેનીલા એસેન્સ
 7. 1/8 ટી સ્પૂન બેકિંગ પાવડર
 8. ચપટી મીઠું

સૂચનાઓ

 1. એક મોટા બાઉલમાં બટર અને દળેલી ખાન્ડ મિક્સ કરી બીટર ની મદદથી બીટ કરો.
 2. મિશ્રણ એકદમ કી્મી થાય ત્યાં સુધી બીટ કરો.
 3. હવે વેનીલા એસેન્સ ,મીઠું નાખી ,બેકિંગ પાવડર અને મેંદોમિક્સ કરો.
 4. હવે દૂધ નાખી કડક લોટ બાંધો. લોટ વધારે ડા્ય લાગે તો થોડું દૂધ ઉમેરો.
 5. લોટ ને એલ્યુમિનિયમ ફોઇલ અથવા પ્લાસ્ટિક માં વીટી 15 મિનિટ ફી્જ માં સેટ થવા મુકો.
 6. લોટ ના બે સરખા ભાગ પાડી,એક ભાગ માં કોકો પાવડર મિક્સ કરો.
 7. એક પ્લાસ્ટિક પર ઘી લઞાડી વારાફરતી બંને લોટ ને ગોળ વણી લો.
 8. હવે બંને લોટ ના ત્રણ ભાગ પાડો.
 9. હવે ઓલ્ટનેટ કલર મા એક પર એક કલર ના લેયર કરો.
 10. હવે આ રોલ ને એલ્યુમિનિયમ ફોઇલ અથવા પ્લાસ્ટિક માં વીટી ફરીથી 15 મિનીટ માટે ફી્જ માં મુકો.
 11. ફી્જ માથી બહાર કાઢી રોલ ને મિડીયમ જાડા કાપો
 12. એક બેકિંગ ટે્ માં બટર પેપર મુકી 1 ઇન્ચ ની જગ્યા છોડી ગોઠવો.
 13. પી્ હીટ અવન માં 200 c પર 20 મિનિટ માટે બેક કરો.
 14. રેક પર કાઢી 10 મિનિટ ઠંડી થવા દો.
 15. 2 અઠવાડિયા સુધી એરટાઈટ ડબ્બામાં માં સારી રહે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર