હોમ પેજ / રેસિપી / સૂકી કચોરી

Photo of Dry Kachori by Mita Shah at BetterButter
618
2
0.0(0)
0

સૂકી કચોરી

Nov-13-2018
Mita Shah
45 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
9 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સૂકી કચોરી રેસીપી વિશે

બેસન અને સૂકા મસાલાથી બનતી સ્વાદિષ્ટ વાનગી. જેને લાંબાસમયસુધી સાચવી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 9

  1. ૨૫૦ ગ્રામ બેસન શેકેલો
  2. ૨ ચમચા ધાણાજીરું
  3. ૨ ચમચી લાલ મરચું
  4. ૧ ચમચી આમચૂર પાવડર
  5. ૩ ચમચા દળેલી ખાંડ
  6. ૧ ચમચી વરીયાળી
  7. ૧ ચમચી તલ
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૧/૨ ચમચી હીંગ
  10. ૧ ચમચી ગરમ મસાલો
  11. ૨ ચમચા કાજુ દ્રાક્ષ
  12. મીઠું સ્વાદઅનુસાર
  13. ૨ ચમચા તેલ મસાલા મીક્ષ કરવા
  14. તેલ તળવા માટે
  15. ૨૫૦ ગ્રામ મેંદો
  16. ૩ચમચા ઘી મોણ માટે
  17. મીઠું સ્વાદઅનુસાર
  18. પાણી લોટ બાંધવા માટે.. જરૂર મુજબ

સૂચનાઓ

  1. બેસન ને કોરો જ શેકો લો.
  2. હવે બધાંજ મસાલા મીક્ષ કરી લો.
  3. એકવાર મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો.
  4. હવે મસાલામાં તેલ ઉમેરી ને મીક્ષ કરો
  5. તેની નાની નાની ગોળીઓ બનાવી લો.
  6. મેંદા માં મીઠું ને ઘી મેળવીને નરમ લોટ તૈયાર કરો.
  7. ૧૦ મીનીટ ઢાંકીને રહેવાદો.
  8. હવે સહેજ જાડી પુરી વણી મસાલાની ગોળી મૂકી કચોરી બનાવી લો.
  9. બધીજ કચોરી તૈયાર કરી લો.
  10. તાવડીમાં તેલ ગરમ મૂકો.
  11. તેલ ગરમ થાય એટલે મધ્યમ તાપે બધી જ કચોરી તળી લો.
  12. ઠંડી થાય એટલે ડબ્બામાં ભરી લો.
  13. કચોરી તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર