મકાઈ પેડા | Makai Peda Recipe in Gujarati

ના દ્વારા Leena Sangoi  |  14th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Makai Peda by Leena Sangoi at BetterButter
મકાઈ પેડાby Leena Sangoi
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  10

  લોકો

2

0

મકાઈ પેડા

મકાઈ પેડા Ingredients to make ( Ingredients to make Makai Peda Recipe in Gujarati )

 • ૨૫૦ ગ્રામ અમેરિકન મકાઈ નું છીણ
 • ૧૦૦ ગ્રામ માવો
 • ૨૫૦ ગ્રામ સાકર
 • ૨ ટેબલસ્પૂન કાજુ નો ભૂકો
 • ૨ ટેબલસ્પૂન ક્રીમ
 • ૧/૨ કપ દૂધ
 • ૧ ટીસ્પૂન એલચીનો ભૂકો
 • ૧/૨ ટીસ્પૂન જાયફળ નો ભૂકો
 • ઘી,કેસર,એલચી દાણા,બદામ,પિસ્તા
 • સૂકી ગુલાબ ની પાદડી

How to make મકાઈ પેડા

 1. અમેરિકન મકાઈ નું છીણ કરી, વરાળ થી બાફી લેવું.
 2. એક તપેલીમાં ઘી મૂકી તેમાં એલચી દાણા નો વઘાર કરી, બાફેલું મકાઈ નું છીણ વઘારવુ.
 3. સાધારણ શેકી તેમાં દૂધ માં ઘૂટેલુ કેસર નાખવું.
 4. પછી થી માવો,ક્રીમ ,એલચી-જાયફળ નો ભૂકો, કાજુ નો ભૂકો અને સાકર નાખવી.
 5. ઘાટું થાય એટલે ઉતારી ઘી લગાડેલી થાળીમાં નાખી થોડું ઠંડુ કરો.
 6. ઠંડુ થાય એટલે મકાઈ પેડા ને મનપસંદ આકાર આપી બદામ પિસ્તા અને સૂકા ગુલાબ ના પાન થી ગાર્નિશ કરી પીરસો.

Reviews for Makai Peda Recipe in Gujarati (0)