હોમ પેજ / રેસિપી / મકાઈ પેડા

Photo of Makai Peda by Leena Sangoi at BetterButter
717
1
0.0(0)
0

મકાઈ પેડા

Nov-14-2018
Leena Sangoi
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મકાઈ પેડા રેસીપી વિશે

આ સરળ અને ટેસ્ટીમીઠાઈ વાનગી જોઈને તમારા મહેમાનો સંપૂર્ણપણે આનંદિત થશે .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. ૨૫૦ ગ્રામ અમેરિકન મકાઈ નું છીણ
  2. ૧૦૦ ગ્રામ માવો
  3. ૨૫૦ ગ્રામ સાકર
  4. ૨ ટેબલસ્પૂન કાજુ નો ભૂકો
  5. ૨ ટેબલસ્પૂન ક્રીમ
  6. ૧/૨ કપ દૂધ
  7. ૧ ટીસ્પૂન એલચીનો ભૂકો
  8. ૧/૨ ટીસ્પૂન જાયફળ નો ભૂકો
  9. ઘી,કેસર,એલચી દાણા,બદામ,પિસ્તા
  10. સૂકી ગુલાબ ની પાદડી

સૂચનાઓ

  1. અમેરિકન મકાઈ નું છીણ કરી, વરાળ થી બાફી લેવું.
  2. એક તપેલીમાં ઘી મૂકી તેમાં એલચી દાણા નો વઘાર કરી, બાફેલું મકાઈ નું છીણ વઘારવુ.
  3. સાધારણ શેકી તેમાં દૂધ માં ઘૂટેલુ કેસર નાખવું.
  4. પછી થી માવો,ક્રીમ ,એલચી-જાયફળ નો ભૂકો, કાજુ નો ભૂકો અને સાકર નાખવી.
  5. ઘાટું થાય એટલે ઉતારી ઘી લગાડેલી થાળીમાં નાખી થોડું ઠંડુ કરો.
  6. ઠંડુ થાય એટલે મકાઈ પેડા ને મનપસંદ આકાર આપી બદામ પિસ્તા અને સૂકા ગુલાબ ના પાન થી ગાર્નિશ કરી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર