હોમ પેજ / રેસિપી / ગિલ એ ફિરદૌસ

Photo of Gil e firdous by safiya abdurrahman khan at BetterButter
0
1
0(0)
0

ગિલ એ ફિરદૌસ

Nov-14-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગિલ એ ફિરદૌસ રેસીપી વિશે

દૂધ મા દુધી અને સાબુદાણા નાખી બનાવ્યુ છે.

રેસીપી ટૈગ

 • આસાન
 • તહેવાર
 • હૈદરાબાદી
 • ઠંડુ કરવું
 • ડેઝર્ટ
 • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

 1. દૂધ ૧ ૧/૨ લીટર
 2. છીણેલી દુધી ૧ ૧/૨ કપ
 3. સાબુદાણા ૧/૨ કપ
 4. ખાંડ ૨ કપ
 5. માવો ૧૫૦ ગ્રામ
 6. કતરેલ પિસ્તા ૨ મોટી ચમચી
 7. કતરેલ બદામ ૨ મોટી ચમચી
 8. ઘી ૧/૨ નાની ચમચી
 9. ચપટી લીલો રંગ

સૂચનાઓ

 1. સાબુદાણા પાણી મા ૨ કલાક પલાળૉ. પછી નીથારી લો.
 2. પ્રેશર કુકર મા ૨ મોટી ચમચી પાણી નાખી છીણેલી દુધી બાફી લો.
 3. ઉંચા તાપ પર ૩ સિટી આવે ત્યાં સુધી ,પછી ગેસ બંદ કરી દો.
 4. ઢાંકણ ખોલી દુધી નીથારી લો.
 5. એક કઢાઈ મા માવાને ધીમા તાપે ૨ ૩ મિનીટ શેકી લો. કોઈ પ્લેટમા કાઢી લો.
 6. એક તપેલીમાં દૂધ ઉકાળો, દૂધ ઉકળે એટ્લે નીથારેલ સાબુદાણા નાખી ૫ ૬ મિનીટ પક્વૉ.
 7. છીણેલું દુધી નાખી ૫ ૭ મિનીટ હલાવતા રહી પક્વૉ.
 8. શેકેલ માવો નાખી ૪ ૫ મિનીટ ફરી પક્વૉ.
 9. ખાંડ નાખી ઓગળે ત્યાં સુધી પક્વૉ. કતરેલ બદામ અને પિસ્તા નાખી ૨ મિનીટ ફરી પક્વૉ.
 10. કતરેલ બદામ અને પિસ્તા નાખી ૨ મિનીટ ફરી પક્વૉ.
 11. લીલો રંગ નાખી ૨૦ ૨૫ મિનીટ સુધી દૂધ ઘટ્ટ જેવું થાય ત્યાં સુધી પક્વૉ.
 12. ગેસ બંદ કરો,રૂમ તાપમાન પર આવે એટ્લે ફ્રિજ મ ૩ ૪કલાક ઠંડું કરી,કતરેલા બદામ અને પિસ્તા થિ સજાવી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર