હોમ પેજ / રેસિપી / કોકો મિલ્ક કેક

Photo of Cocoa Milk Cake by safiya abdurrahman khan at BetterButter
641
2
0.0(0)
0

કોકો મિલ્ક કેક

Nov-14-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
7 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોકો મિલ્ક કેક રેસીપી વિશે

મિલ્ક કેક ભારતીય મીઠાઈ છે, અહિ થોડો કોકો પાવડર નાખી ફ્લેવર બદલવા પ્રયત્ન કર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 7

  1. દૂધ ૨ લીટર
  2. લીંબુ ૧
  3. ખાંડ ૨૫૦ ગ્રામ
  4. કોકો પાવડર ૧ નાની ચમચી
  5. ઘી ૧/૨ નાની ચમચી
  6. બદામ સજાવવા

સૂચનાઓ

  1. તપેલીમાં દૂધ ઉકાળો,સતત ચલાવતા રહો.
  2. જ્યારે દૂધ ઉકળે એટ્લે ગેસ ધીમો કરી થોડી મિનીટ પકવો અને લીંબુ નો રસ નાખો.
  3. દૂધ ફરી ચલાવતા રહી પકવો, દાણા જેવા દેખાવા લાગશે.
  4. ખાંડ નાખી પકવો ,જયાં સુધી મિશ્રણ ઘટ્ટ નાં થાય ત્યાં સુધી પકવતા રહો.
  5. દૂધ નો રંગ આછો બદામી થાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી પકવતા રહી કોકો પાવડર નાખી મેળવો.
  6. ગેસ બંદ કરી મિશ્રણ ને ઘી ચોપડ઼ેલ થાળી માં ફેલાવી સમતલ કરી લો.
  7. થોડા કલાક પછી મિલ્ક કેક બરાબર જામી જશે, કટકા કરી બદામ થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર