હોમ પેજ / રેસિપી / મિની મસાલા ખાજા

Photo of Mini masala khaja by Mumma's kitchen at BetterButter
1080
2
0.0(0)
0

મિની મસાલા ખાજા

Nov-14-2018
Mumma's kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિની મસાલા ખાજા રેસીપી વિશે

આ મસાલા ખાજા પોરબંદર ના પ્રખ્યાત સરસિયા ખાજા છે, જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે અને ખાસ્તા બને છે

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ મેંદો
  2. 1/2 કપ ઘી
  3. 1 ટેબલસ્પૂન જીરૂ
  4. 1 ટેબલસ્પૂન અધકચરો મરી નો ભૂકો
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. તળવા માટે તેલ
  7. પાણી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કડાઈમાં માં ઘી ગરમ કરવા મૂકો
  2. ત્યાર બાદ ઘી ગરમ થાય એટલે તેમાં એક કપ મેંદો ઉમેરો.
  3. તેને બરાબર મિક્સ કરી લો.અને ફરી વખત 3-4 ટેબલસ્પૂન ઘી ઉમેરતા જાવ. જયા સુધી તે લચકા જેવુ થઇ જાય.
  4. ત્યાર બાદ તેને મિડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકી લો એટલે શીરો શેકીએ તેવૂ શેકવુ.
  5. બ્રાઉન થઈ જાય એટલે તેમા જરૂર મુજબ પાણી ઉમેરીને તેનો શીરો તૈયાર કરી લો.
  6. હવે આ તૈયાર કરેલા શીરા ને ઠંડો થવા દો
  7. ત્યાર બાદ એક બાઉલમાં મા બાકીનો 1 કપ મેંદો લઇ લો તેમા મરી જીરૂ અને મીઠુ ઉમેરો એક ટેબલસ્પૂન તેલ ઉમેરી લો
  8. તેમા જરૂર મુજબ પાણી ઉમેરીને તેનો રોટલી જેવો લોટ બાંધી લો અને તેમા તૈયાર કરેલો શીરો ઉમેરી ને તેને બરાબર મિક્સ કરી લો
  9. ત્યાર બાદ તેના એકસરખા ચપટા લુઆ તૈયાર કરી લો
  10. તેમા આંગળા વડે ખાડા પાડો જેથી તે તળતી વખતે અંદર થી સરસ તળાઈ જાય.
  11. ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ની ફ્લેમ ધીમી કરી લો અને તેમા એક એક કરીને તેયાર કરેલા ખાજા ને તળવા મુકો
  12. ખાજા એક બાજુ થી ગોલ્ડન થઈ જાય એટલે તેને બીજી બાજુ ફેરવી ને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો
  13. બંને બાજુ થી ગોલ્ડન થઈ જાય એટલે તેને તેમા જાળી પડેલી દેખાશે.
  14. તળેલા ખાજા ને એક ચારણી મા કાઢી ઉભા ગોઠવો એટલે તેમાં રહેલુ એકસ્ટ્રા તેલ નિતરી જશે આવી રીતે બધા ખાજા તળી લો અને તેને 2-3 કલાક સુધી ઠંડા થવા દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર