હોમ પેજ / રેસિપી / મોહનથાળ

Photo of Mohanthal by Dipika Ranapara at BetterButter
729
2
0.0(0)
0

મોહનથાળ

Nov-14-2018
Dipika Ranapara
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોહનથાળ રેસીપી વિશે

મોહનથાળ એ દરેક તહેવાર મા બનાવવા માં આવતી ખૂબજ સ્વાદિષ્ટ મીઠાઈ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • પીસવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 4 કપ ચણાનો લોટ
  2. 1/4 કપ ઘી મોણ માટે
  3. 1/4 કપ દૂધ મોણ માટે
  4. 1,1/2કપ ઘી
  5. 1,1/2કપ ખાંડ
  6. ખાંડ ડૂબે એટલું પાણી
  7. 1 ટી સ્પૂન ઇલાઇચી પાવડર
  8. ચપટી કેસર
  9. ચપટી ઓરેન્જ ફૂડ કલર
  10. ચારોળી જરૂર મૂજબ
  11. બદામ-પીસ્તા ની કતરણ જરૂર મુજબ

સૂચનાઓ

  1. ચણાના લોટમાં 1/4 કપ ઘી અને દૂધ મોણ નાખી હલાવો એને ઘી-દૂધ નુ ધાબે દેવું કહેવાય.
  2. 10મીનીટ બાજુ પર મૂકી મીક્ષ્ચર મા ચર્ન કરી લો.
  3. બાકી નૂ ઘી ગરમ કરી ચણાનો લોટ ગુલાબી શેકવો..
  4. એક કડાઇ મા ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાંખી 1,1/2 તાર ની ચાસણી બનાવી તેમાં કેસર, ઓરેન્જ કલર અને ચણાનો લોટ તેમાં નાંખી હલાવો.
  5. મીશ્રણ કડાઇ છોડી દે પછી ગેસ બંધ કરી દો.
  6. એક થાળીમાં ઘી લગાડી ઠારી દો
  7. ચારોળી, સુકોમેવો ભભરાવીને ચોરસ ચોસલા મા કાપી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર