Photo of Karanji by Apeksha's Kitchen at BetterButter
309
2
0.0(0)
0

કરંજી

Nov-15-2018
Apeksha's Kitchen
60 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કરંજી રેસીપી વિશે

આ મારા પરિવારની પારંપરિક રેસિપી છે. જે હું મારા દાદી અને મમ્મી પાસેથી વારસામાં શીખી છું.

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • દિવાળી
  • મહારાષ્ટ્ર
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 10

  1. 500 ગ્રામ સુજી
  2. 100 ગ્રામ ઘી
  3. 500 ગ્રામ દળેલી ખાંડ
  4. 250 ગ્રામ કોપરાનું છીણ
  5. 100 ગ્રામ ચોખા
  6. 1/2 વાટકી ઘી
  7. 1/2 વાટકી ચોખાનો લોટ
  8. ઈલાયચી પાવડર
  9. ડ્રાય ફ્રુટ
  10. ઘી તળવા માટે

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં સુજી લઈ તેમાં 100 ગ્રામ જેટલું ઘી નું મોણ નાખી કડક લોટ બાંધી 1 કલાક માટે ઢાંકીને રહેવા દો.
  2. સ્ટફિંગ માટે 100 ગ્રામ ચોખા લઈને તેને કડિયા મા શેકીલો.
  3. ચોખા ઠંડા થઈ જાય એટલે તેને મિક્સરમાં લઈ બારીક પાવડર બનાવીલો.
  4. હવે એક બાઉલમાં દળેલી ખાંડ, કોપરાનું છીણ, ચોખા નો પાવડર, ઈલાયચી પાવડર અને બધા ડ્રાય ફ્રુટ નાખી સ્ટફિંગ તૈયાર કરીલો.
  5. હવે એક બાજુ મોટી પરાત મા 1/2 વાટકી ઘી અને 1/2 વાટકી ચોખાનો લોટ લઈ હાથની મદદ થી બરાબર ફેટીલો. આ મિશ્રણને સાટો કહેવાય છે.
  6. હવે સુજીનો તૈયાર કરેલો લોટ લઈ તેને સાંબેલા વડે બરાબર ખાંડીલો.
  7. હવે તેના સમાન ભાગ કરી મોટા મોટા લુવા બનાવીલો.
  8. પાટલી પર તેલ લગાવી એક લુવો લઇ મોટી રોટલી બનાવીલો.
  9. હવે આ રોટલી પર વેલણ વડે ગોબા પાડીલો. હવે તેના પર તૈયાર કરેલ ઘી અને ચોખાનો સાટો લગાવો.
  10. હવે ભાખરવડી ની જેમ વાળીને રોલ તૈયાર કરીલો. અને ચપ્પુ વડે કાપીને લુવા બનાવીલો.
  11. હવે એક લઈ તેને દબાવી ગોલ રોટલી બનાવીલો. આ રોટલી ને ઘુઘરા ના બીબામાં લઈ તેમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરો.
  12. રોટલીના કીનારા પર દુધ લગાવી બીબાને બંધ કરી ઘુઘરા તૈયાર કરીલો. આ રીતે બઘા ઘુઘરા બનાવીલો.
  13. ઘી ગરમ કરવા માટે મુકો. ઘી ગરમ થઈ જાય એટલે બધી કરંજી ગુલાબી રંગની તળીલો.
  14. તૈયાર છે આપણી ખુબજ સ્વાદિષ્ટ કરંજી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર