હોમ પેજ / રેસિપી / ટેન્ડર કોકોનટ રબડી

Photo of Tender coconut rabadi by Mumma's kitchen at BetterButter
490
2
0.0(0)
0

ટેન્ડર કોકોનટ રબડી

Nov-15-2018
Mumma's kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટેન્ડર કોકોનટ રબડી રેસીપી વિશે

આપણે તહેવાર દરમિયાન વિવિધ પ્રકારના વ્યંજનો બનાવતા હોઈએ છીએ, એમા રબડી નુ નામ લેતા જ મોઢા મા પાણી આવી જાય બરાબર ને? તમે રબડી મા સીતાફળ રબડી, ડ્રાઈફ્રુટ રબડી, એપલ રબડી આમ વિવિધ પ્રકારની રબડી ઓ ખાધી હશે, પરંતુ આજ હું તમને એક એકદમ અલગ પ્રકારની રબડી બનાવતા શીખવાડીશ, અને તે છે ટેન્ડર કોકોનટ રબડી આ રબડી એકદમ ઓછા સમયમાં બની જાય છે એટલે તેને ઈનસ્ટંટ ટેન્ડર કોકોનટ રબડી નામ આપ્યુ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • પશ્ચિમ બંગાળ
  • ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1/2 લીટર ફૂલ ક્રીમ દૂધ
  2. 1કપ નાળિયેર ની મલાઈ
  3. 1/4 કપ ખાંડ
  4. 1/2 કપ મિલ્ક પાવડર
  5. સમારેલા મિકસ ડ્રાઈફ્રુટ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક હેવી બોટમ વાળા વાસણ મા દુધ ઉકળવા મૂકો
  2. તેમા મિલ્ક પાવડર ઉમેરી ને તેને બરાબર મિક્સ કરી લો તેમા પાવડર ની કણી ના રહે.
  3. દૂધ ને ધીમી ફ્લેમ પર સતત હલાવતાં રહેવુ જેથી તે તળીયા મા ચોંટે નહીં તે ઘટૃ થવા આવે એટલે તેમાં ખાંડ ઉમેરી ફરી ઉકાળો.
  4. ધીમે ધીમે સાકર ભળે અને દૂધ રબડી જેવુ થવા લાગશે.
  5. હવે ગેસ બંધ કરી દો અને રબડી ને ઠંડી કરવા માટે એક સૅવીંગ બાઉલ મા લઇ ફ્રીજ મા એક કલાક માટે મુકી દો.
  6. રબડી ઠંડી થાય તે દરમિયાન એક ચોપર મા નાળિયેર ની મલાઈ લો
  7. મલાઈ ને ક્રશ કરી લો
  8. રબડી ઠંડી થાય એટલે તેને બહાર કાઢી લો અને તેમા ક્રશ કરેલી નાળિયેર ની મલાઈ ઉમેરો
  9. મલાઈ મિકસ કરી તેને સવૅ કરવા માટે એક ખાલી લીલા નાળિયેર મા આ તૈયાર કરેલી રબડી રેડી દો.
  10. પીરસતી વખતે તેના પર ડ્રાઈફ્રુટ ભભરાવો અને ઠંડી ઠંડી આ ટેન્ડર કોકોનટ રબડી પીરસી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર