હોમ પેજ / રેસિપી / ગુલાબ જામૂન ઈન માવા ટાર્ટ

Photo of Gulabjamun in mava tart by safiya abdurrahman khan at BetterButter
399
2
0.0(0)
0

ગુલાબ જામૂન ઈન માવા ટાર્ટ

Nov-16-2018
safiya abdurrahman khan
30 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબ જામૂન ઈન માવા ટાર્ટ રેસીપી વિશે

થોડુ અલગ કરી ગુલાબજાંબુ ને માવા ટાટ મા બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • તળવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. માવો ૮૦ ગ્રામ
  2. બેકિંગ પાવડર ૧/૪ નાની ચમચી
  3. એલચી નો ભૂકો ૧/૨ નાની ચમચી
  4. ઘી તળવા
  5. ચાશણી માટે
  6. ખાંડ ૧ કપ
  7. પાણી ૩/૪ કપ
  8. માવા ટાટ માટે
  9. માવો
  10. દૂધ ૧/૪ કપ
  11. દૂધ નો પાવડર ૧ કપ
  12. ઘી ૧/૪ કપ
  13. દળેલી ખાંડ ૧/૪ કપ
  14. ચોકલેટ સીરપ ૧ મોટી ચમચી
  15. લીલો અને પીળો કલર
  16. સમારેલા બદામ અને પિસ્તા
  17. સૂકી દરાખ સજાવવા

સૂચનાઓ

  1. માવમા બેકિંગ પાવડર, એલચીનો ભૂકો નાખી મિશ્ર કરો.
  2. થોડુ થોડુ પાણી નાખી નરમ કણેક બાંધો.
  3. નાનો લૂઓ લઇ ગોળ વાળી બધાં ગુલાબજાંબુ બનાવો.
  4. ઘી ગરમ કરો અને મધ્યમ તાપ પર ગુલાબજાંબુ તળી કાઢી લો.
  5. ચાસણી માટે પાણી અને ખાંડ ભેગી કરી ઉકાળો.
  6. જ્યારે એક તાર ની ચાસણી થાય તૌ ગેસ બંદ કરો.
  7. તળેલા ગુલાબજાંબુ ગરમ ચાસણીમા નાખતા જાઓ.
  8. ગુલાબજાંબુ ને ૨૦મિનીટ સુધી ચાસણીમા રેહવા દો.
  9. હવે માવા ટાટ માટે એક પેનમાં ઘી ગરમ કરી દૂધ નાખો.
  10. ૫ મિનીટ પછી ધીમા તાપ કરી હલાવતા રહી દૂધ નો પાવડર નાખી ઉમેરો.
  11. મિશ્રણ ઘટ્ટ જેવુ થાય તો દળેલી ખાંડ ઉમેરો. ૫-૭ મિનીટ હલાવો ણે પછી ગેસ બંદ કરી દો.
  12. મિશ્રણને એક પ્લેટ મ કાઢી ૩ ભાગ કરી લો.
  13. એક ભાગમાં ચૉકલેટ સીરપ ઉમેરી મિક્સ કરો.
  14. બીજા ભાગમાં પીળો કલર નાખી મિક્સ કરો.
  15. ત્રીજા ભાગમાં લાલ અને પીળો રંગ મિશ્ર કરી નાખી મિક્સ કરો.
  16. કપકેક ટીન મા લાઇનર ને ગ્રીસ કરી માવો ભરી દો, વચ્ચે ખાડો કરો અને ફ્રીઝરમા ૧૦ મિનીટ સેટ થવા દો.
  17. ૧૦મિનીટ પછી કાઢી, ખાડામાં ગુલાબજાંબુ મૂકો, કતરેલા બદામ અને પિસ્તા અને સૂકી દરાખ થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર