હોમ પેજ / રેસિપી / થાપડા(જાડા મઠિયા)

Photo of Thapda (Jada Mathiya) by Bharti Khatri at BetterButter
3290
3
0.0(0)
0

થાપડા(જાડા મઠિયા)

Nov-16-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થાપડા(જાડા મઠિયા) રેસીપી વિશે

થાપડા દિવાળી મા બનાવવાની વાનગી છે પણ આપ તેને લાબા પ્રવાસ માટે પણ બનાવી શકો છો. તે મઠ નો અને ઘઉંનો લોટ મિક્સ કરી તેમા મીંઠુ, ખાંડ, અજમો, લાલ મરચુ પાઉડર, તલ મિક્સ કરી લોટ બાંધી પુરી જેવી વણીને તળી ને બનાવેલ વાનગી છે. આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. ૫૦૦ ગ્રામ મઠ નો ઝીણો લોટ
  2. ૩ ચમચી લાલ મરચું પાઉડર
  3. ૧ ચમચી અજમો
  4. ૨ ચમચા બુરુ ખાંડ
  5. ૧ ચમચી તલ
  6. ૫૦ ગ્રામ ઘઉંનો લોટ
  7. મીંઠુ સ્વાદમુજબ
  8. તેલ પ્રમાણસર

સૂચનાઓ

  1. મઠના લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરી તેમા તેલ નુ મુઠી મોણ લઈ તેમા અજમો, મીંઠુ, બુરુ ખાંડ, તલ, લાલ મરચું પાઉડર બધો મસાલો મિક્સ કરી કઠણ લોટ બાંધવો.
  2. લોટ ને ટીપી ને એક સરખા મોટા લુઆ કરવા.
  3. હવે એક લુઓ લઈ રોટલી થી સહેજ જાડી થાપડા ફૂલે તેવી એક મોટી રોટલી વણવી.
  4. હવે પૂરી જેટલુ નાનુ ઢાંકણ લઈ આ રીતે એક સરખા થાપડા બનાવી લેવા.
  5. આ રીતે બધા જ થાપડા બનાવી લેવા અને એક કપડા પર મૂકીને બીજા કપડા થી ઢાંકી લેવા.
  6. હવે તેલ ગરમ કરી તળવા.
  7. આ રીતે થોડા લાલાશ પડતા થાય એટલે તેલ માથી બહાર કાઢી લેવા.
  8. તૈયાર છે કુરમ કુરમ થાપડા આપ તેને ચા, કોફી કે દૂધ સાથે મજા માણી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર