હોમ પેજ / રેસિપી / પિસ્તા મલાઈ સેન્ડવિચ

Photo of Pista Malai Sandwich by safiya abdurrahman khan at BetterButter
1076
3
0.0(0)
0

પિસ્તા મલાઈ સેન્ડવિચ

Nov-16-2018
safiya abdurrahman khan
35 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પિસ્તા મલાઈ સેન્ડવિચ રેસીપી વિશે

મલાઈ સેન્ડવિચ મા પિસ્તા નો ફ્લેવર આપી થોડો જુદો ટેસ્ટ આપ્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • પશ્ચિમ બંગાળ
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. પનીર માટે
  2. દૂધ ૧ ૧/૨ લીટર
  3. લીંબુ ૧ મોટો
  4. કોર્ન ફ્લોર ૨ મોટી ચમચી
  5. ચાશણી માટે
  6. ખાંડ ૨ કપ
  7. પાણી ૬ કપ
  8. માવો બનાવવા
  9. દૂધ ૧/૨ લીટર + ૧ મોટી ચમચી
  10. પિસ્તા ૧/૨ કપ
  11. ખાંડ ૧ મોટી ચમચી
  12. કતરેલા બદામ પિસ્તા જરૂર મુજબ

સૂચનાઓ

  1. તપેલીમાં દૂધ લઇ મધ્યમ તાપ પર ઉકાળો.
  2. ૧૦ મિનીટ પછી ઉકળે એટલે ગેસ બંદ કરો.
  3. લીંબુ નાં રસમાં ૨ મોટી ચમચી પાણી નાખી મેળવો.
  4. લીંબુ નો રસ ધીરે ધીરે દૂધમાં નાખી હલાવો.
  5. હવે દૂધ ફાટી જશે.
  6. તૈયાર છેના ને સુતરાઉ કપડા થી ચાળી લો. ૩-૪ વાર નળ ના પાણીથી ધોઈ લો,જેથી ખાટી વાસ ન આવે.
  7. છેનાને કપડામાં ૧/૨ કલાક વીંટાળી રાખો.
  8. પછી કપડાથી કાઢી પ્લેટમાં મુકી ૩ - ૪ મિનીટ મસળો.
  9. છેનામા કોર્ન ફ્લોર ભેળવી ૭-૮ મિનીટ ફરી મસળો.
  10. છેના ને સુંવાળૂ થાય ત્યાં સુધી મસળી તેનાં ચોરસ આકારના ચમચમ બનાવી લો.
  11. આ દરમ્યાન કૂકરમાં ખાંડ અને પાણી નાખી ઉકાળો.
  12. જયારે પાણી ઉકળવા લાગે તો ચમચમ નાખી દો. કૂકર નું ઢાંકણું સિટી સાથે બંદ કરી દો.
  13. ૧૫ ૨૦ મિનીટ મધ્યમ થિ ઉંચા તાપ પર પકવો, આ દરમ્યાન સિટી થયાં કરશે ,તો સિટી થવા દો.
  14. ૧૫ થી ૨૦ મિનીટ પછી ગેસ બંદ કરી દો અને સિટી જાતે બંદ થાય તયારે ઢાંકણું ખોલી ચમચમ પ્લેટ મા કાઢી લો.
  15. ૪ થી ૬ મોટી ચમચી કૂકર ની ચાશણી ચમચમ પર નાખી દો.
  16. એક વાર ૪ ચમચમ કૂકર મા નાખો જેથી તેને સરળતા થી જગ્યા મળે. એમ બીજી વાર પણ ૪ ચમચમ નાખી બાકીની ચાશણી મા નાખી પકવો.
  17. ચમચમ ને લગભગ ૨૦ મિનીટ ચાશણી મા રેહવા દો.
  18. આ દરમ્યાન માવો બનાવીએ, ૧/૨ લીટર દૂધ ને સતત હલાવતા રહી ત્યાં સુધી પકવો.
  19. ઉંચા અને મધ્યમ તાપ પર હલાવતા રહી પક્વૉ જેથી દૂધ બળે નહીં.
  20. દૂધ અડધુ રહી જાય તો દૂધ માંથી બધો પાણી શોષાય જાય ત્યાં સુધી પકવો.
  21. જ્યારે દૂધ સંપુર્ણ શુષ્ક થઈ જાય અને માવો બની જાય તો ગેસ બંદ કરો.
  22. પિસ્તા ને ૧/૨ કલાક પાણી મા પલાળી રાખો.
  23. છાલ ઉતારી મિક્સરમાં ૧ મોટી ચમચી દૂધ અને ૧ મોટી ચમચી ખાંડ નાખો.
  24. સહેજ જાડું વાટી લો.
  25. પિસ્તા નાં પેસ્ટ ને માવા મા નાખી મિક્સ કરો.
  26. બરાબર મિક્સ કરી લો.
  27. તૈયાર ચમચમ ને વચ્ચે થી કાપી લો.
  28. તેમાં એક ભાગ પર પિસ્તા નું મિશ્રણ બરાબર લગાડી બીજો ભાગ સેન્ડવિચ ની જેમ દબાવી દો.
  29. બધી મલાઈ સેન્ડવિચ આ રીતે બનાવી કાપેલા બદામ અને પિસ્તા છાંટી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર