હોમ પેજ / રેસિપી / Sugar free roasted karanji

Photo of Sugar free roasted karanji by Mumma's kitchen at BetterButter
830
4
5.0(0)
0

Sugar free roasted karanji

Nov-16-2018
Mumma's kitchen
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • એર ફ્રાઈગ
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 250 ગ્રામ મેંદો
  2. 5-6 ટેબલસ્પૂન ઘી
  3. 1 કપ દૂધ
  4. સ્ટફીંગ ની સામગ્રી
  5. 1/2 કપ બારીક રવો
  6. 1/4 કપ સુકા કોપરા નુ બારિક ખમણ
  7. 1/2 ખજૂર ની પેસ્ટ
  8. 1/4 કપ સમારેલી કિસમિસ
  9. 1/2 કપ મિકસ ડ્રાઈફ્રુટ બારિક સમારેલુ
  10. 1 ટીસ્પૂન એલચી જાયફળ નો પાવડર
  11. 4-5 ટેબલસ્પૂન ઘી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રવો ઉમેરો અને તેને બદામી રંગ નો થાય ત્યાં સુધી શેકી લો તેમા કોપરા નુ ખમણ ઉમેરો અને તેને 2-3 મિનિટ સુધી શેકવુ.
  2. ત્યાર બાદ તેમાં બારિક સમારેલા ડ્રાઈફ્રુટ ઉમેરો
  3. ત્યાર બાદ તેમાં ખજૂર ની પેસ્ટ અને કિસમિસ ઉમેરી લો અને તેમા એલચી જાયફળ નો પાવડર નાખી ને તેને બરાબર મિક્સ કરી લો અને 2-3 મિનિટ સુધી ફરી એકવાર મિકસ કરી લો
  4. મિશ્રણ બરાબર મિક્સ કરી ને તેને ઠંડુ કરવા માટે મુકી દો
  5. તે ઠંડુ થઇ જાય એટલે તેના એકસરખા નાના નાના લંબગોળ આકાર ના લુઆ તૈયાર કરી લો
  6. ત્યાર બાદ એક વાસણ મા મેંદો ચાળી લેવો તેમા ઘી નુ મોણ નાખો
  7. તેને બરાબર મિક્સ કરી લો અને તેમા જરૂર મુજબ દૂધ ઉમેરતા જાવ અને તેનો એકદમ સોફટ લોટ બાંધી લો
  8. તેને એક ચમચી ઘી નાખી બરાબર મસળી લો
  9. તેને ભીનુ કપડુ ઢાંકીને 10 મિનિટ સુધી સાઈડ પર મૂકી દો જેથી લોટ ડ્રાઈ ના થઈ જાય
  10. હવે તૈયાર કરેલા લોટ માથી નાની નાની પુરી વણી લો અને તેની કિનારી પર પાણી વાળી આંગળી ફેરવી લો
  11. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલા સ્ટફીંગ ના લુઆ મૂકો તેને બંને બાજુ થી કનારી એકબીજા સાથે ચોટાડીને કાંગરી વાળો
  12. 5-6 ઘુઘરા આવી રીતે વાળી ને તૈયાર કરી લો
  13. તેને પ્રીહીટ કરેલા એરફ્રાયર મા સેટ કરી તના ઉપર બ્રશ વડે ઘી લગાડી લો અને તેને 180 ડીગ્રી તાપમાન પર 10-15 મિનીટ સુધી બેક કરી લો
  14. બને બાજુએ થી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને બહાર કાઢી લો અને તેના પર ફરીથી બ્રશ વડે ઘી લગાડી લો
  15. ઠંડા થઈ જાય એટલે તેને એક એરટાઇટ ડબામાં પેક કરી લો અને જરૂર પડે ખાવાના ઉપયોગ મા લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર