હોમ પેજ / રેસિપી / કસ્ટડૅ નાનખટાઈ

Photo of Custard Nankhatai by Bharti Khatri at BetterButter
587
5
0.0(0)
0

કસ્ટડૅ નાનખટાઈ

Nov-16-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કસ્ટડૅ નાનખટાઈ રેસીપી વિશે

કસ્ટડૅ નાનખટાઈ દિવાળી માટે બનાવેલ છે. તે મેંદો, કસ્ટડૅ પાઉડર, ઘી,સોજી,આઈસીંગ સુગર, ઈલાયચી પાઉડર મિક્સ કરી બનાવેલ છે. ખાવા મા ખૂબ જ સોફ્ટ મોઢા મા ઓગળી જાય તેવી સરસ બનેલ છે આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • બેકિંગ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧/૨ કપ મેંદો
  2. ૨ ચમચા કસ્ટડૅ પાઉડર
  3. ૨ ચમચા સોજી
  4. ૩ ચમચા આઈસીંગ સુગર
  5. ૩ ચમચા ઘી
  6. ૧/૨ ચમચી ઇલાયચી પાઉડર
  7. ૧ ચમચી પિસ્તા ની કાતરી

સૂચનાઓ

  1. પહેલા બધી સામગ્રી એકઠી કરવી.
  2. હવે એક બાઉલ મા ચાળણી થી મેંદો, કસ્ટડૅ પાઉડર અને સોજી ચાળી લેવા.
  3. હવે આઈસીંગ સુગર પણ ચળી લેવુ.
  4. હવે તે મિક્સર મા ઇલાયચી પાઉડર મિક્સ કરો.
  5. હવે કડાઈ મા તળીયે મીંઠુ નાખી સ્ટેન્ડ મૂકી બેકિંગ ટ્રે મા ઘી લગાવી ને ગરમ કરવા મૂકવું.
  6. હવે તેમા જરૂરીયાત મુજબ ઘી મિક્સ કરી રોટલી ના લોટ ની જેમ નરમ લોટ બાંધવો.
  7. આ રીતે નરમ લોટ બાંધી લેવો.
  8. આ રીતે હાથ થી લુઓ બનાવી બે હથેળી વચ્ચે દબાવી પેંડા જેવો આકાર આપવો.
  9. આ રીતે બધી જ નાનખટાઈ બનાવી લેવી અને ચપ્પુ થી ક્રોસ ના નિશાન તેના પર બનાવી લેવા.
  10. હવે તેના પર પિસ્તા ની કાતરી દબાવી ને લગાવી દેવી અને ધીમી આંચ પર થવા દેવી.
  11. હવે ૨૦ થી ૨૫ મિનિટ પછી જોઈ લેવી. કસ્ટડૅ નાનખટાઈ થઈ ગઈ હશે.
  12. હવે થોડી ઠંડી થાય એટલે તેને ખાવી. મોઢા મા ઓગળી જાય તેવી ખૂબજ સોફ્ટ માખણ જેવી કસ્ટડૅ નાનખટાઈ તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર