હોમ પેજ / રેસિપી / બદામ પીસ્તા શ્રીખંડ

Photo of Badam Pista Shrikhand by Mital Viramgama at BetterButter
1102
3
0.0(0)
0

બદામ પીસ્તા શ્રીખંડ

Nov-16-2018
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બદામ પીસ્તા શ્રીખંડ રેસીપી વિશે

શ્રીખંડ ગુજરાતી ની ફેવરીટ ડીસ છે.ઘરે બનાવેલો શ્રીખંડ ખુબજ ટેસ્ટી અને હેલ્થી હોય છે.બહાર ના શ્રીખંડ મા ભેળસેળ વાળું બધું હોય છે.ઘરે બનાવેલો શ્રીખંડ શુધ્ધ હોય છેં જેથી તમે ગમે તે ઉપવાસ મા પણ ખાઈ શકાય છે.

રેસીપી ટૈગ

  • તહેવાર
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 3લીટર દૂધ નું ઘરે બનાવેલું દહીં
  2. 150g ખાંડ
  3. 1ટેબલ સ્પૂન પીસ્તા પાવડર
  4. 1ટેબલ સ્પૂન બદામ પાવડર
  5. 1/4સ્પૂન એલાયચી પાવડર
  6. 2થી 3ટીપા પીસ્તા એસેન્સ
  7. 1ટેબલ સ્પૂન પીસ્તા ખમણેલા
  8. 2થી 3ટીપા બદામ એસેન્સ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ઘરનું જમાવેલુ મોળું દહીં લઇને દસ એક મીનીટ એક ગરણા મા કોટના ના કપડાં મા પાણી નીકળી જવા દેવા નું
  2. પછી એક કોટનની સાડી અથવા કોટના કપડાં માબાંધી ટીંગાડી દેવાનું
  3. હવે દહીં માથી પાણી સાવ નીકળી જવું જોઈએ.
  4. હવે તૈયાર મસકો લઇને તેમાં ખાંડ અને બન્ને એસેન્સ ઉમેરી લો.અને એલાયચી પાવડર નાખી મીક્સ કરી લો.
  5. હવે સરખાઇ થી મીક્સ કરી લેવાનું પછી બદામ પાવડર અને પીસ્તા પાવડર નાખી મીક્સ કરી દો
  6. હવે તૈયાર શ્રીખંડ ને ફીજ મા એકદમ ઠંડુ થવા દેવાનુ.
  7. પછી ઉપર પીસ્તા ખમણેલા નાખી સવઁ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર