હોમ પેજ / રેસિપી / મામૌલ

Photo of Maamoul by Mita Shah at BetterButter
0
7
0(0)
0

મામૌલ

Nov-16-2018
Mita Shah
600 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
7 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મામૌલ રેસીપી વિશે

આ રેસિપી પેલેસ્ટાઈન , જોર્ડન , સીરીયા , તુર્કી જેવા દેશમાં બનતી હોય છે.આ શોર્ટબ્રેડ રેસિપી છે. મને મીડલ ઈસ્ટની અમુક રેસિપી ખૂબજ ગમેછે..આ એમાં ની એક છે..

રેસીપી ટૈગ

  • અફઘાની
  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 7

  1. ૨૫૦ ગ્રામ સોજી
  2. ૧/૨ કપ મેંદો
  3. ૩ ચમચા ઘી
  4. ૧/૪ કપ તેલ
  5. ૨ ચમચા મીલ્ક પાવડર
  6. ૧/૨ કપ દળેલી ખાંડ
  7. ૧/૨ ચમચી બેકિંગ પાવડર
  8. ૧/૨ ચમચી યીસ્ટ નુ મિશ્રણ
  9. ૧ ચમચી રોઝ વોટર
  10. ૧/૨ ચમચી જાયફળ પાવડર
  11. ૧ ચપટીમીઠું
  12. ૧ કપ પીસ્તા નો પાવડર
  13. ૧/૨ કપ દળેલી ખાંડ
  14. ૨ થી૩ ચમચી પાણી

સૂચનાઓ

  1. સોજીમાં ઘી અને તેલ નાખી મિક્સ કરી ૮ કલાક ઢાંકીદો.
  2. હવે એમાં મેંદો, મિલ્ક પાવડર , બેકિંગ પાવડર, જાયફળ પાવડર, યીસ્ટનું મિશ્રણ ને મીઠું નાંખીને મિક્સ કરી લોટ તૈયાર કરો.
  3. ૨ કલાક ઢાંકી દો.
  4. હવે પીસ્તા પાવડર માં દળેલી ખાંડ ને પાણી મિક્સ કરી ગોળીઓ બનાવી લો.
  5. હવે લોટને કેળવીને એના પણ ગોળા બનાવી લો.
  6. દરેક લોટના ગોળા ને કટોરી બનાવી પીસ્તાની ગોળીનું સ્ટફિંગ મૂકી કવર કરી ને મનગમતો આકાર આપી દો.
  7. બધાં જ આવી રીતે તૈયાર કરી દો.
  8. હવે, ૧૮૦ ડીગ્રી સે. પ્રીહીટેડ ઓવનમાં ૩૦ થી ૪૦ મીનીટ બેક કરો.
  9. ઓવનની સાઈઝ પ્રમાણે સમયમાં ફેરફાર થાય તો તેનું ધ્યાન રાખવું.
  10. બેક થઈ જાય પછી પીસ્તા થી ગાર્નિશ કરો.
  11. તમારા મહેમાનને ઈન્ટરનેશનલ વાનગી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર