હોમ પેજ / રેસિપી / પૌષ્ટિક નાનખટાઈ

Photo of HEALTHY NANKHATAI by Krupa Shah at BetterButter
420
4
0.0(0)
0

પૌષ્ટિક નાનખટાઈ

Nov-17-2018
Krupa Shah
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પૌષ્ટિક નાનખટાઈ રેસીપી વિશે

આ નાનખટાઈ માં ઓસ્ટ્સ ને મિક્સચર માં પીસીને ને ઉમેરીયા છે. દિવાળી માં રંગોળી અને દીવા નું ખૂબજ મહત્વ છે આથી આ નાનખટાઈ ને પીરસતી વખતે રંગોળી કરી છે અને બે નાનખટાઈ વચ્ચે એવી રીતે બનાવી છે કે એ દિવા જેવી લાગે. આશા છે કે આપને આ નાનખટાઈ ની રેસીપી પસંદ પડે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • ફીણવું
  • બેકિંગ
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 100 ગ્રામ ઓસ્ટ્સ પીસીને લેવા
  2. 100 ગ્રામ રવો
  3. 300 ગ્રામ મેંદો
  4. 250 ગ્રામ ઘી
  5. 250 ગ્રામ દળેલી ખાંડ
  6. 1 નાની ચમચી વેનીલા એસસેન્સ
  7. 1 નાની ચમચી બેકિંગ પાવડર
  8. 1/2 મોટી ચમચી એલચી નો પાવડર
  9. 1/2 મોટી ચમચી જાયફળ નો પાવડર

સૂચનાઓ

  1. પેહલા ફૂડ પ્રોસેસર ના લોટ બાંધવાના જાર માં ઘી અને દળેલી ખાંડ નાખી દો.
  2. હવે આ મિશ્રણને બરાબર ફીણી લો જ્યાં સુધી આ મિશ્રણ થોડું આચ્છા રંગ નું થઈ જાય.
  3. બાકી ની બધી સામગ્રી એક મોટી પરાત માં લઇ લો અને 3-4 વાર ચાડી લો.
  4. હવે બધું બરાબર મિક્ષ કરી દો ફૂડ પ્રોસેસર ના જાર માં.
  5. પછી મિશ્રણ તૈયાર થઈ જાય એટલે એના ગોળાં વળી દો.
  6. ૧૮૦℃ પર 10 મિન માટે પ્રી હીટ કરેલાં ઓવન માં વળેલી નાનખટાઈ બેકિંગ ટ્રે માં ગોઠવીને બેક કરવા મૂકી દો.
  7. 15-20 મિનિટ માટે બેક કરો.
  8. તૈયાર છે એકદમ પૌષ્ટિક નાનખટાઈ બધાં ને પીરસવા માટે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર