હોમ પેજ / રેસિપી / મગની કચોરી

Photo of Moong kachori by Varsha Joshi at BetterButter
478
4
0.0(0)
0

મગની કચોરી

Nov-17-2018
Varsha Joshi
30 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગની કચોરી રેસીપી વિશે

બાળકોના ટિફિન માટે અને મહેમાન માટે આ કચોરી ખુબ સ્વાદિષ્ટ છે. ખાસ તો આખા મગ બાફીને બનાવી છે. તો લીલી તુવેરની સિઝનની રાહ પણ નહીં જોવીપડે.

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. આખા લીલા મગ ૨૦૦ ગ્રામ
  2. ઘંઉનો લોટ ૫૦૦ ગ્રામ
  3. લાલ મરચું પાવડર ૩ ચમચી
  4. હળદર એક ચમચી
  5. મીઠું સ્વાદનુસાર
  6. ખાડ એક ચમચી
  7. આમચૂર પાવડર એક ચમચી
  8. ગરમ મસાલો ૨ ચમચી
  9. મોણ માટે તેલ ૪ ચમચી
  10. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ મગને અડધો કલાક પલાળી લો
  2. ત્યારબાદ કુકરમાં માપનુ પાણી ગરમ કરી ૩ સીટીમા મગ બાફી લો.
  3. ધ્યાન રહે કે મગ માં પાણી ના રહેવું જોઈએ. એકદમ કોરા જેવા બાફવા.
  4. હવે ઘંઉ ના લોટમાં તેલનુ મોણ નાખી કઠણ લોટ બાંધી લો અને સાઈડમા રાખી દો
  5. એક કડાઈમાં કચોરીના મસાલો વઘારવા માટે તેલ ગરમ કરો.
  6. તેલ ગરમ થાય એટલે એક ચમચી તલ નાખી બાફેલા મગ વઘારો.
  7. ગેસ ધીમો કરી વઘારેલા મગમા સામગ્રી મા લખેલા બધા મસાલા ઉમેરો.
  8. બરાબર હલાવી મિકસ કરી ગેસ બંધ કરી મસાલો ઠંડો થવા દો.
  9. બાઘેલા લોટમાંથી મિડિયમ સાઈઝના લુવા લો અને પાટલી પર એક લુવો લઈ અને નાની સાઈઝની પુરી વણો.
  10. તેમાં એક ચમચી મગનો વઘારેલો મસાલો ભરો અને બધી બાજુથી બંધ કરી અને તેના પર હળવા હાથે બે વાર વેલણથી ચપટો કચોરી આકારમા વણો.
  11. બધી કચોરી આવી રીતે તૈયાર કરી ધીમી આચ પર તળી લો
  12. એક પ્લેટમાં ગરમ ગરમ કચોરી મહેમાનોને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર