હોમ પેજ / રેસિપી / નાનખટાઈ

Photo of Nankhatai by Shraddha Patel at BetterButter
545
1
0.0(0)
0

નાનખટાઈ

Nov-17-2018
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નાનખટાઈ રેસીપી વિશે

દરેક લોકો ને ભાવતી હોય એવી આ નાનખટાઈ બનાવવી ખુબજ સરળ છે. બહુજ ઓછા સમય મા અને ઘર મા રહેલ સામગ્રી માંથી બની જશે.

રેસીપી ટૈગ

  • આસાન
  • બેકિંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. 250 ગ્રામ મેંદો
  2. 250 ગ્રામ રવો
  3. 250 ગ્રામ દળેલી ખાંડ
  4. 250 ગ્રામ ઘી
  5. 20-25 બદામ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કાથરોટ મા મેંદો અને રવો ચાળી લો.
  2. હવે તેમાં દળેલી ખાંડ ચાળો.
  3. ત્યારબાદ તેમાં ધીમે ધીમે ઘી ઉમેરતાં જઈ કણક તૈયાર કરો.
  4. હવે કણક ને 5-7 મિનિટ માટે મસળી લો.
  5. હવે બેકિંગ ટ્રે મા તૈયાર કરેલ કણક માંથી નાના નાના લુઆ બનાવી થોડા દૂર દૂર ગોઠવો.
  6. બદામ ને બે ભાગ મા કાપી ને લુઆ પર પ્રેસ કરી ને મૂકો. જેથી બદામ શેકાયા બાદ નીકળી ન જાય.
  7. હવે પ્રિહીટેડ ઓવન મા 200 ડિગ્રી પર 12-15 મિનિટ માટે બૅક થવા મૂકો.
  8. બૅક થઈ ગયા બાદ નાનખટાઈ ઠંડી થવા દો ત્યારબાદ જ ડબ્બા મા ભરવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર