હોમ પેજ / રેસિપી / પાપડી ગાંઠિયા

Photo of Papdi gathiya by Shraddha Patel at BetterButter
814
1
0.0(0)
0

પાપડી ગાંઠિયા

Nov-17-2018
Shraddha Patel
8 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાપડી ગાંઠિયા રેસીપી વિશે

ગાંઠિયા એ ગુજરાતીઓ નો મનપસંદ નાસ્તો છે. જે ગુજરાતીઓ ના ઘર મા હર હમેંશ હોય જ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 5

  1. 500 ગ્રામ બેસન
  2. 1/2 ચમચી હિંગ
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. 1/2 ચમચી સોડા
  5. જરૂર મુજબ પાણી
  6. તેલ મોંણ અને તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કાથરોટ મા બેસન લો.
  2. તેમાં મીઠું અને હિંગ નાખો.
  3. 3-4 ચમચી તેલ નું મોંણ નાખી મિક્સ કરી લો.
  4. હવે એક વાટકી મા થોડું પાણી લઇ તેમાં સોડા નાખો અને ઓગાળો.
  5. હવે બેસન મા સોડા વાળું પાણી નાખો અને મિક્સ કરી લો.
  6. હવે થોડું થોડું પાણી ઉમેરતાં જઈ ગાંઠિયા નો લોટ બાંધો.
  7. હવે એક લોયા મા તેલ ગરમ કરવા મૂકો.
  8. પાપડી ના જારા ને તેલ લગાવી લો.
  9. હવે તેલ ગરમ થાય એટલે તેના પર જારો રાખી થોડો થોડો લોટ લઇ ગાંઠિયા પાડી લો. જરૂર જણાય તો થોડું પાણી હાથ મા લગાવવું.
  10. હવે પાપડી ને ક્રિસ્પી એવી તળી લો.
  11. આવી રીતે બધા લોટ માંથી પાપડી બનાવી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર