હોમ પેજ / રેસિપી / કોર્ન રાઈસ ક્રિસપીસ

Photo of CORN RICE CRISPIES by Deepa Rupani at BetterButter
320
3
0.0(0)
0

કોર્ન રાઈસ ક્રિસપીસ

Nov-17-2018
Deepa Rupani
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોર્ન રાઈસ ક્રિસપીસ રેસીપી વિશે

ચોખા અને તાજા મકાઈ ના દાણા- આ બંને સાથે એક સ્વાદિષ્ટ અને કુરુમુરો નાસ્તો બને છે. જે બાળકો ની સાથે સાથે વડીલો ને પણ પસંદ આવે છે. આ કરકરા ક્રિસપીસ ને તમે ચાહો તો ચા સાથે અથવા એકલા પણ ખાઈ શકો છો. ટી.વી. જોતા જોતાં ખાઓ કે પછી સાંજ ની ચા સાથે એનો આનંદ ઉઠાવો...મરજી તમારી:relaxed:

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ચોખા(૨-૩કલાક પલાળેલા)
  2. 1 કપ તાજા મકાઈ દાણા
  3. 1 tsp લાલ મરચું પાવડર
  4. 1 tsp આમચૂર
  5. 1 tsp ગરમ મસાલો
  6. 1 ચપટી હિંગ
  7. 2 tbsp કોર્નફ્લોર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. મકાઈ દાણા બાફી અને ઠંડા કરી લો.
  2. ચોખા ને પાણી વિના grinder માં વાટી લો.
  3. મકાઈ દાણા ને પણ વાટી ને મુલાયમ પેસ્ટ બનાવો.
  4. હવે બંને વાટેલી સામગ્રી તથા બાકી ના મસાલા ઉમેરી ને કણક તૈયાર કરો
  5. જો કણક ઢીલી લાગે તો કોર્નફલોર ઉમેરો.
  6. હવે સંચા માં ચકરી વાળી જારી રાખી લોટ ભરી લો.
  7. હવે ગરમ તેલ માં ક્રિસપીસ ને મધ્યમ તાપ પર બંને બાજુ થઈ તળી લો.
  8. એકદમ ઠંડી થઈ જાય પછી હવાચુસ્ત ડબ્બા માં ભરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર