ડ્રાય ફ્રૂટસ મસાલા નાનખટાઈ | Dry Fruits Masala Cookies Recipe in Gujarati

ના દ્વારા Harsha Israni  |  17th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Dry Fruits Masala Cookies by Harsha Israni at BetterButter
ડ્રાય ફ્રૂટસ મસાલા નાનખટાઈby Harsha Israni
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  5

  લોકો

2

0

ડ્રાય ફ્રૂટસ મસાલા નાનખટાઈ

ડ્રાય ફ્રૂટસ મસાલા નાનખટાઈ Ingredients to make ( Ingredients to make Dry Fruits Masala Cookies Recipe in Gujarati )

 • ડ્રાય ફ્રૂટ મસાલા માટે-
 • ૧/૨ કપ બદામ
 • ૧/૨ કપ પીસ્તા
 • ૧/૪ કપ કાજુ
 • ૧ ટેબલસ્પૂન ઈલાયચી પાવડર
 • ૧/૪ ટી-સ્પૂન જાયફળનો પાવડર(ઓપ્શનલ)
 • કેસર (જરુર મુજબ)
 • ૧/૪ ટી -સ્પૂન પીળો ખાવાનો રંગ( પાવડર)
 • નાનખટાઈ માટે-
 • ૧૦૦ ગ્રામ મેંદો
 • ૭૫ ગ્રામ દળેલી ખાંડ
 • ૧૦૦ ગ્રામ માખણ અથવા ઘી (જરુર મુજબ)
 • ૨ ટેબલસ્પૂન ડ્રાય ફ્રૂટસ મસાલો
 • ૭-૮ ટીંપા વેનિલા એસેન્સ અથવા કેસર એસેન્સ
 • સજાવવા માટે -
 • બદામની કતરણ

How to make ડ્રાય ફ્રૂટસ મસાલા નાનખટાઈ

 1. સૌ પહેલા એક મીકસરના જારમાં કાજુ,બદામ,પીસ્તા,કેસર,જાયફળ પાવડર,ઈલાયચી પાવડર,પીળો ખાવાનો રંગ ઉમેરી પીસીને પાવડર બનાવીને એક હવાબંધ ડબ્બા માં ભરી લો.તૈયાર છે ડ્રાય ફ્રૂટ મસાલો.
 2. એક બાઉલમાં મેંદો,દળેલી ખાંડ ,કેસર એસેન્સ,ડ્રાય ફ્રૂટ મસાલો ઉમેરી મીકસ મિશ્રણ તૈયાર કરો.
 3. તૈયાર કરેલા મિશ્રણને માખણ વડે કઠણ લોટ બાંધો.
 4. બાંધેલા લોટમાંથી નાના ગોળા બનાવો. ઘી થી ગ્રીસ કરેલી બેકીંગ ટ્રે પર થોડો મેંદો છાંટીને (ડસ્ટીંગ કરી)બધા ગોળા વચ્ચે ૧ ઈંચની જગ્યા રહે તેમ ગોઠવો.ગોળા ઉપર બદામની કતરણ સહેજ દબાવીને ગોઠવો.
 5. તૈયાર કરેલી બેકિંગ ટ્રે ને કન્વેશન મોડ પર પ્રિહિટ કરેલા ઓવનમાં ૧૮૦ં સે. પર ૧૫ થી ૨૦ મિનિટ માટે બેક કરવા મૂકો. આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી બેક કરવું.
 6. તૈયાર છે ડ્રાય ફ્રૂટ મસાલા નાનખટાઈ. નાનખટાઈ ઠંડી પડે એટલે હવાબંધ ડબ્બામાં ભરવી.

My Tip:

ડ્રાય ફ્રૂટ મસાલાને દૂધમાં ૧ ચમચી ઉમેરી મિલ્ક શેક બનાવી શકાય છે.દરેક ઓવનના તાપમાન જુદા હોય છે તે દયાન રાખવું.

Reviews for Dry Fruits Masala Cookies Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો