હોમ પેજ / રેસિપી / ડ્રાય ફ્રૂટસ મસાલા નાનખટાઈ

Photo of Dry Fruits Masala Cookies by Harsha Israni at BetterButter
830
2
0.0(0)
0

ડ્રાય ફ્રૂટસ મસાલા નાનખટાઈ

Nov-17-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડ્રાય ફ્રૂટસ મસાલા નાનખટાઈ રેસીપી વિશે

આ નાનખટાઈ ડ્રાય ફ્રૂટસ મસાલામાંથી બનાવેલી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • માઈક્રોવેવિંગ
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 5

  1. ડ્રાય ફ્રૂટ મસાલા માટે-
  2. ૧/૨ કપ બદામ
  3. ૧/૨ કપ પીસ્તા
  4. ૧/૪ કપ કાજુ
  5. ૧ ટેબલસ્પૂન ઈલાયચી પાવડર
  6. ૧/૪ ટી-સ્પૂન જાયફળનો પાવડર(ઓપ્શનલ)
  7. કેસર (જરુર મુજબ)
  8. ૧/૪ ટી -સ્પૂન પીળો ખાવાનો રંગ( પાવડર)
  9. નાનખટાઈ માટે-
  10. ૧૦૦ ગ્રામ મેંદો
  11. ૭૫ ગ્રામ દળેલી ખાંડ
  12. ૧૦૦ ગ્રામ માખણ અથવા ઘી (જરુર મુજબ)
  13. ૨ ટેબલસ્પૂન ડ્રાય ફ્રૂટસ મસાલો
  14. ૭-૮ ટીંપા વેનિલા એસેન્સ અથવા કેસર એસેન્સ
  15. સજાવવા માટે -
  16. બદામની કતરણ

સૂચનાઓ

  1. સૌ પહેલા એક મીકસરના જારમાં કાજુ,બદામ,પીસ્તા,કેસર,જાયફળ પાવડર,ઈલાયચી પાવડર,પીળો ખાવાનો રંગ ઉમેરી પીસીને પાવડર બનાવીને એક હવાબંધ ડબ્બા માં ભરી લો.તૈયાર છે ડ્રાય ફ્રૂટ મસાલો.
  2. એક બાઉલમાં મેંદો,દળેલી ખાંડ ,કેસર એસેન્સ,ડ્રાય ફ્રૂટ મસાલો ઉમેરી મીકસ મિશ્રણ તૈયાર કરો.
  3. તૈયાર કરેલા મિશ્રણને માખણ વડે કઠણ લોટ બાંધો.
  4. બાંધેલા લોટમાંથી નાના ગોળા બનાવો. ઘી થી ગ્રીસ કરેલી બેકીંગ ટ્રે પર થોડો મેંદો છાંટીને (ડસ્ટીંગ કરી)બધા ગોળા વચ્ચે ૧ ઈંચની જગ્યા રહે તેમ ગોઠવો.ગોળા ઉપર બદામની કતરણ સહેજ દબાવીને ગોઠવો.
  5. તૈયાર કરેલી બેકિંગ ટ્રે ને કન્વેશન મોડ પર પ્રિહિટ કરેલા ઓવનમાં ૧૮૦ં સે. પર ૧૫ થી ૨૦ મિનિટ માટે બેક કરવા મૂકો. આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી બેક કરવું.
  6. તૈયાર છે ડ્રાય ફ્રૂટ મસાલા નાનખટાઈ. નાનખટાઈ ઠંડી પડે એટલે હવાબંધ ડબ્બામાં ભરવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર