હોમ પેજ / રેસિપી / બેસન નાયલોન ઝીણી સેવ

Photo of Besan naylon sev by Varsha Joshi at BetterButter
601
2
0.0(0)
0

બેસન નાયલોન ઝીણી સેવ

Nov-18-2018
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન નાયલોન ઝીણી સેવ રેસીપી વિશે

દિવાળી નાસ્તા માટે અને ઘરમાં જયારે પણ કંઈ પણ ચટપટી વાનગી જેમકે, ભેળ , દહીં પુરી, સેવપુરી, દાબેલી આ બધી વાનગીઓમા તમે ઉપયોગ કરી શકોછો.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 6

  1. ચણાનો લોટ ૫૦૦ ગ્રામ
  2. મીઠું સ્વાદનુસાર
  3. ગરમ તેલ ૩ ચમચી
  4. ખાવાનો સોડા અડધી ચમચી
  5. અડધી ચમચી ગરમ મસાલો
  6. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બધી સામગ્રી લોટમાં મિક્સ કરો અને ૩ ચમચી ગરમ તેલ નાખી બરાબર મસળી લો
  2. ત્યારબાદ તેમાં પા કપ પાણી ઉમેરી ધીમે ધીમે લોટ એકદમ નરમ ઢીલો બાધો. જો હાથમાં લોટ ચોટે તો તેલ વડે થોડો લોટ ચિકણો કરવો.
  3. હવે સંચામાં ઝીણી સેવ પાડવાની બ્લેડ લેવી અને તેલ લગાવી તેને પણ ચિકણી કરવી જેથી લોટ ચોટે નહીં
  4. ત્યારબાદ સંચામા થોડો બાધેલો લોટ ભરી બરાબર સંચાનુ ઢાકણ બંધ કરો
  5. ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી સંચા વડે ધીમેધીમે બધી સેવ તેલમાં સંચો હાથ વડે આખી કડાઈમાં ગોળ ગોળ ફેરવી સેવ પાડી લો.
  6. સોનેરી રંગની થાય ત્યાં સુધી તળવી. અને ત્યારબાદ એક વાસણમાં બટર પેપર પર કાઢી લો.
  7. તૈયાર છે દિવાળી નાસ્તા માટે બેસન નાયલોન ઝીણી સેવ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર