હોમ પેજ / રેસિપી / બુંદી નાં લાડુ

Photo of Boondi laddoo by safiya abdurrahman khan at BetterButter
318
0
0.0(0)
0

બુંદી નાં લાડુ

Nov-18-2018
safiya abdurrahman khan
20 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બુંદી નાં લાડુ રેસીપી વિશે

તહેવાર હોય તો મીઠાઈ મા લાડુ તો હોયજ.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • લેક્ટોસ રહિત

સામગ્રી સર્વિંગ: 6

  1. બુંદી માટે
  2. ચણાનો લોટ ૧ ૧/૨ કપ
  3. ખીરા માટે પાણી જરૂર મુજબ
  4. રવો ૧ મોટી ચમચી
  5. મગજતરી ના બી ૧ મોટી ચમચી
  6. એલચી નો ભૂકો ૧ નાની ચમચી
  7. ખાવાનો લાલ કલર ૧/૨ નાની ચમચી
  8. ચાસણી માટે
  9. ખાંડ ૧ કપ
  10. પાણી ૧/૨ કપ
  11. ચાંદી નાં વરખ

સૂચનાઓ

  1. એક વાસણમાં બુંદી માટે ની બધી સામગ્રી એકઠી કરી પાણી નાખી ભજીયા જેવું ખીરું બનાવો.
  2. ખાવાનો લાલ રંગ ઉમેરી મિશ્ર કરો.
  3. તેલ ગરમ કરો અને ઝારા પર ૨ મોટી ચમચી ખીરું નાખી ઝારા ને હલાવતા રહો જેથી બધી બુંદી તેલ મા પડે.
  4. મધ્યમ તાપ પર બુંદી તળી લો અને કીચન પેપર પર કાઢી લો.
  5. તળેલી બુંદી મિક્ષિ મા વાટી લો. અને મગજતરી નાં બી ઉમેરી ને બરાબર મિક્સ કરો.
  6. ચાશણી માટે તપેલી મા ખાંડ અને પાણી નાખો.
  7. પાણી ખાંડ સાથે મિશ્ર થાય અને ઉકળવા લગે તો તાપ સ્હેજ મધ્યમ કરો.
  8. જ્યારે ચાસણી ઘટ્ટ જેવી થાય અને આંગળી અને અંગુઠા વચ્ચે બે તાર દેખાય તો ગેસ બંદ કરો.
  9. વાટેલી બુંદી ચાસણી મા મિશ્ર કરી લો.
  10. મિશ્રણ સહેજ ગરમ હોય તયારે જ ગોળા વાળી લો.
  11. ચાંદી નાં વરખ થી સજાવી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર