BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / રોઝ પેટલ અલમોન્ડ્સ

Photo of ROSE PETAL ALMONDS by Deepa Rupani at BetterButter
0
0
0(0)
0

રોઝ પેટલ અલમોન્ડ્સ

Nov-19-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોઝ પેટલ અલમોન્ડ્સ રેસીપી વિશે

તહેવાર ના દિવસો આવે એટલે ગૃહિણી નું ધ્યાન નિત નવી વાનગી બનવા માં લાગી જાય. ફરસાણ અને મીઠાઈ ની સાથે નવા મુખવાસ તથા કાઈ કટક બટક કરાય એવું પણ બનાવે છે. અહીં હું તમારી સાથે એવી જ એક munching રેસીપી રજૂ કરું છું. ઠંડી અને માનભાવક ગુલાબ ની સુગંધ અને સ્વાદ ને હલકી મીઠી બદામ માં ભેળવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 100 gms બદામ
  2. 2 કપ ખાંડ
  3. 2 કપ તાઝી ગુલાબ ની પાંખડી
  4. 1 tbsp ગુલાબજળ ( વૈકલ્પિક)

સૂચનાઓ

  1. એક જાડા તળિયા વાળા વાસણ માં ખાંડ નાખી, ખાંડ ડૂબે એટલું પાણી નાખો.
  2. ગેસ ચાલુ કરી ચાસણી થવા મુકો, વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  3. 3 તારી ચાસણી થાય ત્યાં સુધી રાખો.
  4. જ્યારે 3 તારી ચાસણી થવા આવે ત્યારે ગુલાબ ની પાંખડી તથા ગુલાબજળ ઉમેરી દો.
  5. ચાસણી થઈ જાય એટલે ચમચા થઈ એકદમ હલાવો એટલે ચાસણી સફેદ થઈ જશે. પછી બદામ નાખી હલાવી અને બદામ ને પ્લેટ માં કાઢી લો.
  6. ઠંડી થઈ એટલે ડબ્બા માં ભરી લેવું. થોડી crunchy, થોડી મીઠી એવી આ બદામ મન થઇ ત્યારે ઉપયોગ માં લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર