હોમ પેજ / રેસિપી / કરાચી હલવો

Photo of Karanchi halwa by Urvashi Belani at BetterButter
799
2
0.0(0)
0

કરાચી હલવો

Nov-19-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કરાચી હલવો રેસીપી વિશે

આ એક સિંધી પારંપારિક રેસીપી છે જે દિવાળી જેવા પ્રસંગો પર બનનાવવા માં આવે છે અને ઘર ના નાના મોટા સહુ ને બહુ ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • સાંતળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 કપ કોર્નફલોર
  2. 2 કપ શક્કર
  3. 400 મિલી પાણી
  4. 1/2 કપ ઘી
  5. 1/4 ચમચી ટાટરી
  6. 1/2 કપ કાજુ ના ટુકડા
  7. 1/4 ચમચી ઈલાયચી પાવડર
  8. 1 ચપટી પીળો ખાવા નો રંગ
  9. 1 ચમચી પિસ્તા કતરણ

સૂચનાઓ

  1. શક્કર માં 1 કપ પાણી નાખી ઉકળવા મુકો, બીજી બાજુ બાકી વધેલા પાણી માં કોર્નફ્લોર મિક્સ કરી પેસ્ટ બનાવો.
  2. શક્કર જ્યારે બરાબર ઓગળી જાય ત્યારે ગેસ ધીમી આંચ પર કરી કોર્નફ્લોર પેસ્ટ ધીરે થી ચાસણી માં નાખો અને હલાવતા રહો.
  3. ધીમી આંચ પરજ સતત હલાવતા રહેવું, જ્યારે
  4. જ્યારે મિશ્રણ થોડું ગાઢું થાય ત્યારે તેમાં ઘી અને ટાટરી નાખી મિક્સ કરો અને સતત હલાવતા રહેવું.
  5. ઘી જ્યારે બરાબર મિક્સ થઈ જાય ત્યારે તેમાં પીળો રંગ, કાજુ અને ઈલાયચી પાવડર નાખી 4 થી 5 મિનિટ ધીમી આંચ પર રાખો અને હલાવતા રહો.
  6. ઘી થી ગ્રીસ કરેલી થાળી અથવા પોર્ટ માં નાખી દો ઉપર થી પિસ્તા કતરણ નાખો.
  7. 2 થી 3 કલાક સુધી ઠંડુ પડે પછી કાપા પાડી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર