હોમ પેજ / રેસિપી / ચંદ્રકળા

Photo of Chandrakala by Kavi Nidhida at BetterButter
916
0
0.0(0)
0

ચંદ્રકળા

Nov-19-2018
Kavi Nidhida
9 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચંદ્રકળા રેસીપી વિશે

ચંદ્રકળા

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1½ કપ મેંદો
  2. 3 ટેબલ સ્પૂન ઘી મોણ માટે
  3. ½ કપ દૂધ
  4. પુરણ માટે
  5. 1½ કપ માવો
  6. ¾ કપ સમારેલા ડ્રાય ફ્રૂટ
  7. ⅛ ટી સ્પૂન એલચી પાઉડર
  8. 10 તાંતણા કેસર દૂધમાં ઘોળેલું
  9. 2 ટી સ્પૂન દળેલી ખાંડ
  10. તળવા માટે ઘી
  11. પિસ્તા કતરણ સજાવટ માટે

સૂચનાઓ

  1. એક વાસણમાં મેંદો અને મોણ મિક્સ કરી દૂધ વડે કઠણ લોટ બાંધીલો.
  2. એક વાસણમાં માવો કોરો જ શેકી લો.
  3. ડ્રાય ફ્રુટ પણ શેકી લો.
  4. હવે માવા માં ડ્રાય ફ્રુટ અને કોપરું, એલચી પાઉડર અને કેસર નાખી 3 મિનિટ સુધી શેકી લો એ ઠરે એટલે ખાંડ નાખી મિક્સ કરી લો.
  5. હવે લોટ માં થી નાના લુવા લઈ બે પૂરી વણી લો, એક પર 1½ ટી સ્પૂન પુરણ મૂકી બીજી પૂરી તેના પર મૂકી બંદ કરી ઘુઘરા જેવી કિનારી વાળી લો.
  6. ગરમ ઘી માં ધીમા તાપે તળી લો,
  7. એક વાસણમાં 2 કપ ખાંડ અને 1 કપ પાણી લઈ 1½ તાર ની ચાસણી બનાવો.
  8. તળેલી ચંદ્રકળા ચાસણીમાં 3 મિનિટ બોળી રાખો.
  9. નિતારીને બહાર ડિશ માં મૂકી પિસ્તાની કતરણ થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર