Photo of Mathiya by Bhumi G at BetterButter
790
1
0.0(0)
0

મઠીયા

Nov-19-2018
Bhumi G
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મઠીયા રેસીપી વિશે

મઠીયા બનાવા ઘણાજ સરળ છે તે સ્વાદ માં પણ ટેસ્ટી છે મને ખુબજ ભાવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ કપ મઠ નો લોટ
  2. ૧/૪ કપ અડદ નો લોટ
  3. ૧ ચમચી મરચા ની પેસ્ટ
  4. ૨ ચમચી ખાંડ
  5. નમક સ્વાદનુસાર
  6. ૧/૪ નાની ચમચી પાપડીયો ખારો
  7. ૧ ચમચી તેલ
  8. ૧ ચમચી ઘી
  9. ૧૦૦ મિલી લીટર પાણી
  10. ૧ નાની ચમચી અજમો
  11. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક પેન માં પાણી ગરમ કરવા મુકો.
  2. તેમાં નમક, ખારો, ખાંડ, મરચા ની પેસ્ટ નાખી હલાવો.
  3. બધુજ એકરસ થયી જાય અને ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દેવો.
  4. હવે એક વાસણ માં બંને લોટ, અજમો, ઘી, તેલ નાખી મિક્સ કરો.
  5. હવે તેમાં ખાંડ નું બનાવેલું પાણી નાખી લોટ બાંધી અને ૧૦ મિનિટ બાજુ પર રાખો.
  6. હવે લોટ ને દસ્તા ની મદદ થી ૭/૮ મિનિટ માટે કુટો જેથી લોટ નરમ થશે.
  7. હવે તેના લુઆ કરી પાતળી રોટલી વણી લો.
  8. તેને ગરમ તેલ માં તળી લો .
  9. બધાજ આ રીતે તળી લો.
  10. ચ્હા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર