હોમ પેજ / રેસિપી / ગુલાબજાંબુ કપકેક

Photo of Gulabjamun cupcake by Gopi Vithalani at BetterButter
475
2
0.0(0)
0

ગુલાબજાંબુ કપકેક

Nov-20-2018
Gopi Vithalani
90 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબજાંબુ કપકેક રેસીપી વિશે

પરંપરાગત મીઠાઈ સ્વાદ ફયુઝન અવતાર માં માણવા જરૂર થી ટ્રાય કરો.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • દિવાળી
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. ૩/૪ કપ ગુલાબજાંબુ મિક્સ
  2. ૩/૪ કપ મેંદો
  3. ૩/૪ કપ પીસેલી ખાંડ
  4. ૧ કપ મિલ્ક
  5. ૧ ટેબલ સ્પૂન વિનેગર
  6. ૧/૪ કપ તેલ ( મે સનફ્લાવર ઓઇલ વાપર્યું છે )
  7. ૧/૨ ટી સ્પૂન બેકિંગ પાવડર
  8. ૧/૪ ટી સ્પૂન બેકિંગ સોડા
  9. ૧/૨ થી ૧ ટી સ્પૂન એલચી પાવડર
  10. વ્હિપડ ક્રીમ સજાવટ માટે
  11. થોડા ગુલાબજાંબુ ટોપીન્ગ માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ઓવન ને ૧૮૦ ડિગ્રી પર પ્રિહિત કરવા મૂકવું. કપકેક ટ્રે માં લાઇનર ગોઠવી એક બાજુ તૈયાર રાખવું.
  2. એક નાના બોઉલ માં દૂધ તથા વિનેગર ને મિક્સ કરી એક બાજુ ૫ મિનીટ માટે રાખવું.
  3. હવે અન્ય એક મોટા બોઉલ માં ગુલાબજાંબુ મિક્સ, મેંદો, પીસેલી ખાંડ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, એલચી પાઉડર આ બધી ડ્રાય વસ્તુઓ ને ચાળી લો. આ સ્ટેપ ખૂબ જરૂરી છે જેથી મિશ્રણ માં કોઈ ગાંઠા ના રહે.
  4. હવે જે દૂધ સાઈડ મા રાખ્યું હતું એને ધીરે ધીરે ડ્રાય મિક્સર માં મિક્સ કરવું તથા તેલ પણ મિક્સ કરવું, એકદમ હલકે હાથે મિક્સ કરવું.
  5. આ મિશ્રણ ને કેપકેક લાઇનર માં ૩/૪ સુધી ભરવું. ટ્રે ને ૨-૩ વાર ટેપ કરી ને પ્રિહિતેડ ઓવન માં ૨૫ થી ૩૦ મિનીટ માટે બેક કરવું.
  6. ઠંડુ પડે ત્યારે પછી વ્હિપડ ક્રીમ થી તથા ગુલાબજાંબુ થી સજાવટ કરવું. પોતાની મનપસંદ સજાવટ કરી શકાય.
  7. મહેમાનો આવે ત્યારે સર્વ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર