હોમ પેજ / રેસિપી / તુવેર દાણા ની બાટી

Photo of Bati by Neha Thakkar at BetterButter
0
0
0(0)
0

તુવેર દાણા ની બાટી

Nov-20-2018
Neha Thakkar
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તુવેર દાણા ની બાટી રેસીપી વિશે

Healthy

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • ગુજરાત
 • બાફવું
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. તુવેર દાણા 1 બાઉલ
 2. બટાટા 1 નંગ
 3. ઘઉં નો કકરો લોટ 1 મોટો બાઉલ
 4. મોણ માટે તેલ 4 ચમચી
 5. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

 1. 1. સૌથી પહેલા એક પેન મા તેલ ગરમ મૂકવું , પછી તેમાં રાઈ , જીરું અને હિંગ નાખવું .
 2. 2. પછી તુવેર દાણા અને બટાટા ના પીસ નાખી થોડી વાર પેન મા કૂક થવા દેવું , ત્યાં સુધી બીજા ગેસ પર 2 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું .
 3. 3. દાણા અને બટાટા કૂક થાય પછી એમા મીઠું , મરચું , ધાણાજીરું , હળદર બધું નાખી સરખું મિક્સ કરી લેવું .
 4. 4. પછી જે ગરમ પાણી રાખ્યું હતું તે એમા નાખવું .
 5. 5. પાણી ઉકળે ત્યાં સુધી એક મોટા બાઉલ માં ઘઉં નો કકરો લોટ લેવો , તેમાં મીઠું અને મોણ નાખવું . પછી તેમાં ગરમ પાણી થી નાના બોલ બનાવા .
 6. 6. બોલ થોડા પોલા રાખવા જેથી તે અંદર સુધી કૂક થયી શકે .
 7. 7. પછી ઉકળતા રસ્સા માં બાટી ને નાખવું અને 10 થી 15 મિનિટ કૂક થવા દેવું .
 8. 8. કૂક થયા પછી બાટી ને પ્લેટ માં કાઢી તેના નાના નાના પીસ કરવા . પછી એની ઉપર રસ્સો નાખવો , પછી 2 થી 3 ચમચી ઘી અને લીંબુ નો રસ નાખવું અને જીણી સમારેલી ડુંગરી નાખી સર્વ કરવું .
 9. તો તૈયાર છે વિન્ટર સ્પેશ્યલ "તુવેર દાણા ની બાટી"

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર