હોમ પેજ / રેસિપી / કાજુ પીસ્તા રોલ

Photo of Kaju Pistachio roll by Mital Viramgama at BetterButter
354
2
0.0(0)
0

કાજુ પીસ્તા રોલ

Nov-20-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ પીસ્તા રોલ રેસીપી વિશે

દીવાલી માટે બેસ્ટ છે આ સ્વીટ. હવે ઘરે જ બનાવો તૈયાર જેવી સ્વીટ. ઘરની બનાવેલી સ્વીટ શુધ્ધ અને ભેળસેળ વગરની હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 200g કાજુ પાવડર
  2. 150g ખાંડ
  3. 50g માવો
  4. ચપટી એલાયચી પાવડર
  5. સીલ્વર વરખ
  6. અંદર ના સટફીગ માટે
  7. 200g પીસ્તા પાવડર
  8. 150g ખાંડ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં પીસ્તા ના સટફીગ માટે ખાંડ નીડોઢ તારની ની ચાસણી બનાવી લો.
  2. હવે ખાંડ ની ચાસણી થઇ જાય એટલે તેમાં પીસ્તા નો ભૂકો નાખી મીક્સ કરી લો.
  3. 2મીનીટ ધીમા તાપે હલાવી નીચે ઉતારી લો.
  4. થોડું ઠંડું થાય એટલે એક પ્લાસ્ટીક પેપર ઉપર મસળવાનુ
  5. પછી રોલ વાળીને રાખી દેવાના.
  6. હવે ઉપર ના કાજુ ના પડ માટે ખાંડ લઇને તેની કડક બે તારની ની ચાસણી બનાવી લો.
  7. હવે ચાસણી મા માવો ખમણી ને નાખી દો અને હલાવાનુ
  8. પછી કાજુ પાવડર અને એલાયચી પાવડર નાખી મીક્સ કરી બે પાંચ મીનીટ હલાવી નીચે ઉતારી લો
  9. પછી થોડું ઠંડું થાય એટલે એક પ્લાસ્ટીક પેપર ઉપર મસળવાનુ .
  10. મસળાય જાય એટલે રોલ વાળીને સહેજ વેલણ થી વણી લેવાનો
  11. પછી અંદર પીસ્તા વાળો રોલ મૂકી ને પછી સરસ કડક રોલ વાળી લેવાનો.
  12. કાજુ નું મીક્ષરણ ગરમ હોય ત્યારે જ બધા રોલ વાળી લેવા ના.
  13. પછી વરખ લગાવીને સૂકાવા દેવાના.
  14. બરાબર સુકાય જાય એટલે ક્રોસ મા રોલને કાંપવાના.
  15. હવે તૈયાર છે કાજુ પીસ્તા રોલ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર