હોમ પેજ / રેસિપી / ઠંડાઈ પુરણપોળી

Photo of THANDAI PURANPOLI by Deepa Rupani at BetterButter
244
0
0.0(0)
0

ઠંડાઈ પુરણપોળી

Nov-21-2018
Deepa Rupani
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઠંડાઈ પુરણપોળી રેસીપી વિશે

પુરણપોળી એ ગુજરાત અને મહારાષ્ટ્ર ની જાણીતી વાનગી છે. ગુજરાત માં તુવેર દાળ નો ઉપયોગ થાય છે. જ્યારે મહારાષ્ટ્ર માં ચણા દાળ નો ઉપયોગ થાય છે. સૌની માનીતી અને જાણીતી આ પુરણપોળી માં થોડો ટ્વિસ્ટ લાવી ને તેને થોડી વધુ સ્વાદિષ્ટ બનાવી છે. અહીં મેં પૂરણ માં ઘર નો બનાવેલો ઠંડાઈ પાવડર ઉમેરી ને પુરણપોળી બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. રોટી માટે:
  2. 1 કપ ઘઉં નો લોટ
  3. પૂરણ માટે:
  4. 1 કપ તુવેર દાળ
  5. 1 કપ ખાંડ
  6. ઠંડાઈ પાવડર માટે:
  7. 10 બદામ
  8. 8 પિસ્તા
  9. 8 કાજુ
  10. 2 tbsp મગજતરી ના બી
  11. 1 tbsp ખસખસ
  12. 1 tbsp વરિયાળી
  13. 1 tbsp સફેદ મરી
  14. 6 લીલી એલચી
  15. 1/2 tsp જાયફળ પાવડર
  16. 1/2 tsp કેસર
  17. પુરણપોળી બનાવા માટે ઘી

સૂચનાઓ

  1. રોટલી જેવી કણક તૈયાર કરો.
  2. દાળ ને માપ નું પાણી નાખી કુકર માં બાફી લો.
  3. બફાઈ જાય એટલે નોનસ્ટિક વાસણ માં ફેરવી ધીમા તાપ પર મૂકો. ખાંડ પણ ઉમેરી દો. હલાવતા રહેવું.
  4. જ્યારે પાણી બધું બળી જાય અને પૂરણ થોડું કડક થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો.
  5. જ્યારે દાળ ચડતી હોઈ ત્યારે ઠંડાઈ પાવડર ની સામગ્રી ને ડ્રાય રોસ્ટ કરી લેવો અને ઠંડુ થાઈ એટલે ગ્રાઇન્ડ કરી લેવી.
  6. જ્યારે પૂરણ તૈયાર થવા આવે ત્યારે ઠંડાઈ પાવડર ભેળવી લેવો.
  7. હવે રોટલી વણી, પૂરણ મૂકી, વાળી અને ફરી રોટલી વણી લેવી.
  8. પછી તાવડી પર બંને બાજુ કૂક કરી ઘી લગાવી ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર