હોમ પેજ / રેસિપી / ચોકલેટ બતરસકોચ મોદક

Photo of CHOCOLATE BUTTERSCOTCH MODAK by Deepa Rupani at BetterButter
740
0
0.0(0)
0

ચોકલેટ બતરસકોચ મોદક

Nov-21-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ બતરસકોચ મોદક રેસીપી વિશે

મોદક એ ગણેશ ભગવાન ને પ્રિય પ્રસાદ છે. આમ તો મોદક એ ચોખા ના લોટ થી વરાળ માં કૂક કરી ને બનાવાય છે. પણ અહીં મેં તેને જુદી સામગ્રી અને જુદી રીતે બનાવ્યા છે. ચોકલેટ અને બટર્સકોચ ને કારણે બાળકો ને બહુ પ્રિય બની જશે. આ બનાવવા એટલા સરળ છે કે બાળક જાતે પણ બનાવી શકે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • મહારાષ્ટ્ર
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મેરી બિસ્કિટ પાવડર
  2. 1/૪ કપ ડ્રિંકિંગ ચોકલેટ પાવડર
  3. 1/4 કપ કોકો પાવડર
  4. 1/4 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  5. 1 tbsp બટર્સકોચ દાણા
  6. 3 tbsp ઘી/ માખણ
  7. મોદક ના મોલ્ડ

સૂચનાઓ

  1. બિસ્કિટ પાવડર, કોકો પાવડર અને ડ્રિંકિંગ ચોકલેટ પાવડર ને ભેળવી લો.
  2. તેમાં ઘી નાખી સરખું મિક્સ કરો અને પછી ધીમે ધીમે કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી અને કણક તૈયાર કરો.
  3. પછી મોદક મોલ્ડ ને ઘી લગાવી ને ગ્રીસ કરી લો અને તૈયાર કરેલી કણક ને દબાવી ને ભરો. વચ્ચે થોડા બટર્સકોચ ના દાણા પણ નાખી દેવા. મોલ્ડ બંધ કરી થોડી વાર રાખવું
  4. પછી સાવધાનીપૂર્વક unmold કરી મોદક ને કાઢી લેવા અને refrigerator માં સ્ટોર કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર