હોમ પેજ / રેસિપી / ચોકલેટ એન્ડ સટો્બેરી ફલાવર

Photo of Chocolate and strawberry flower by Avani Desai at BetterButter
359
1
0.0(0)
0

ચોકલેટ એન્ડ સટો્બેરી ફલાવર

Nov-21-2018
Avani Desai
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ એન્ડ સટો્બેરી ફલાવર રેસીપી વિશે

ચોકલેટ અને સ્ટૉ્બેરી ફલાવર દેખાવ માં જેટલા સરસ લાગે છે, તેવા સ્વાદ માં પણ ખૂબજ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • તહેવાર
  • મિશ્રણ
  • શેકેલું
  • ડેઝર્ટ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 5

  1. ફલાવર માટે: 1/3 કપ રવો
  2. 2 કપ દૂધ
  3. 2 1/2 ટેબલ સ્પૂન મિલ્ક મેડ
  4. 1 1/2 ટેબલ સ્પૂન દળેલી ખાન્ડ
  5. 1 ટેબલ સ્પૂન ચોકલેટ સીરપ
  6. 1 ટેબલ સ્પૂન સ્ટૉ્બેરી સીરપ
  7. સ્ટફિંગ માટે: 1 ટેબલ સ્પૂન કાજુ
  8. 1 ટેબલ સ્પૂન પિસ્તા
  9. 1 ટેબલ સ્પૂન મિલ્ક મેડ

સૂચનાઓ

  1. એક નોનસ્ટિક પેન માં રવા ને ધીમા તાપે 3 થી 4 મિનિટ શેકી લો.
  2. હુંફાળુ ગરમ દૂધ અને દળેલી ખાન્ડ રવા માં મિક્સ કરો.
  3. રવા ને ધીમા તાપ પર ચડવા દો, જયાં સુધી મિશ્રણ પેન ન છોડે.
  4. હવે તેમાં મિલ્ક મેડ ઉમેરી બરાબર થવા દો.
  5. મિશ્રણ ના 2 ભાગ કરો.
  6. એક ભાગ માં ચોકલેટ સીરપ અને બીજા ભાગ સફેદ રહેવા દો.
  7. મિશ્રણ ને થાળીમાં કાઢી,ઘી વાળા હાથ કરી મસળીને એકસરખો કરો.
  8. એક પ્લાસ્ટિક પેપર લઈ તેને ઘી થી ગી્સ કરી તેના પર મિશ્રણ નો એક ભાગ મુકી હલ્કા હાથે વણી લો.
  9. ગોળ બિસ્કીટ કટર ની મદદ થી નાની- મોટી ગોળ પૂરી કાપી લો.
  10. એજ રીતે બીજા મિશ્રણ ને પણ પ્લાસ્ટિક પેપર પર વણી ગોળ નાની- મોટી પૂરી કાપી લો.
  11. હવે સ્ટફિંગ તૈયાર કરવા માટે: કાજુ અને પિસ્તા ને મિક્સરમાં વાટી લો.
  12. આ મિશ્રણ મા મિલ્ક મેડ મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો.
  13. હવે બે અલગ અલગ કલર ની ગોળ કાપેલી પુરી ને એક ની ઉપર એક મુકો.
  14. વચ્ચે કાજુ- પિસ્તા ના સ્ટફિંગ નો નાનો પાતળો રોલ બનાવી ને મુકો.
  15. રોલ ને અળધો વાળી સ્ટફિંગ વાળા ભાઞ થી દબાવો.
  16. હવે ફલાવર બનાવવા માટે રોલ ના એક એન્ડ થી હલકા હાથ થી ગોળ વાળવાનુ ચાલુ કરી,બીજા એન્ડ સુધી વાળો.
  17. આ રીતે ફલાવર તૈયાર કરી લો.
  18. આજ રીતે સટૉબેરી સીરપ નાખી સ્ટૉ્બેરી ફલાવર તૈયાર કરો.
  19. કલરફુલ વૅમીસેલી થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર