BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / માવા વગર નાં ઘૂઘરા

Photo of GHUGHARA MADE WITHOUT MAVA by Krupa Shah at BetterButter
0
1
0(0)
0

માવા વગર નાં ઘૂઘરા

Nov-21-2018
Krupa Shah
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માવા વગર નાં ઘૂઘરા રેસીપી વિશે

આ વાનગી દિવાળી પર બધા જ ઘરો માં બને છે. ઘૂઘરા આ વાનગી ને એટલા માટે કહેવામાં આવે છે કારણકે એની અંદર જે પુરણ ભરીએ એ અવાજ કરે ઘૂઘરા તળાઈ ગયા પછી. અને મારી આ વાનગી માં માવા નો ઉપિયોગ નથી કરિયો જેથી કરીને આ ઘૂઘરા વધારે દિવસ સુધી સારા રહે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. પુરાણ માટે:
  2. 1 કપ ઝીણો રવો
  3. 1/4 કપ ડ્રાય ફ્રુટ પાવડર
  4. 3/4 કપ દળેલી ખાંડ
  5. 1/2 કપ ઘી
  6. 1 મોટી ચમચી ઇલાયચી અને જાયફળ નો પાવડર
  7. 1/2 મોટી ચમચી ચારોળી
  8. 1 મોટી ચમચી કિસમિસ
  9. બાર નું પડ કરવા માટે:
  10. 1 & 1/2 મેંદા નો લોટ 3-4 વાર ચાળી ને લેવો
  11. 2 મોટી ચમચી ઘી મોણ માટે
  12. તેલ તળવા

સૂચનાઓ

  1. પુરાણ માટે: એક વાસણ માં ઘી ગરમ કરો.
  2. એમાં રવો નાંખી બરાબર શેકી લો.
  3. રવો ગુલાબી રંગ નો શેકાઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનો.
  4. શેકેલા રવા ને થોડું ઠંડુ થવા માટે બાજું પર મૂકી દો.
  5. હવે દળેલી ખાંડ, એલચી અને જાયફળ પાવડર, ચારોળી અને કિસમિસ ઉમેરી દો.
  6. બધું બરાબર મિક્ષ કરી દો.
  7. બાર ના પડ માટે : મેંદા માં ઘી ઉમેરી પાણી સાથે નરમ કણક બાંધી લો.
  8. કણક ને મલમલ ના કપડાં થી 10-15 મિનિટ માટે ઢાંકી ને રહેવા દો.
  9. કણક ના નાના લુવા વાળી લો.
  10. પાતળી પુરીઓ વણી લો.
  11. હવે પુરી હાથ માં લઇ એક બાજુ થોડું દબાવી લો.
  12. માપસર પુરાણ ભરી દો અને કિનારીઓ હાથેથી દબાવીને જોડી દો.
  13. જોડેલી કિનારીઓ ની કંગારી વાળી દો.
  14. આવી રીતે બધાં જ ઘૂઘરા તૈયાર કરી લો.
  15. હવે ગરમ તેલ માં ધીમાં તાપે સોનેરી રંગ ના થાઈ એવા તળી લો.
  16. ટોહ તૈયાર છે માવા વગર ના ઘૂઘરા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર