ગાંઠિયા ના ભરેલા મરચાં | Stuffed Green Chilli With Gathiya Recipe in Gujarati

ના દ્વારા Jyoti Adwani  |  22nd Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Stuffed Green Chilli With Gathiya by Jyoti Adwani at BetterButter
ગાંઠિયા ના ભરેલા મરચાંby Jyoti Adwani
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    2

    લોકો

7

0

ગાંઠિયા ના ભરેલા મરચાં વાનગીઓ

ગાંઠિયા ના ભરેલા મરચાં Ingredients to make ( Ingredients to make Stuffed Green Chilli With Gathiya Recipe in Gujarati )

  • ૧ વાટકી જેટલા વધેલા ગાંઠિયા
  • મીઠું સ્વાદ મુજબ
  • લાલ મરચું અડધી ચમચી
  • ચાટ મસાલો સ્વાદ મુજબ
  • ખાંડ અડધી નાની ચમચી
  • અડધા લીંબુ નો રસ
  • તેલ ૨ ચમચી
  • રાઈ ચપટી
  • હળદર નાની અડધી ચમચી
  • ગરમ મસાલો અડધી નાની ચમચી
  • ધાણા ભાજી થોડી
  • લીલા મરચા ૮ થી ૧૦

How to make ગાંઠિયા ના ભરેલા મરચાં

  1. લીલા મરચા ને ધોઈ ને વચ્ચે ચીરો પાડી લો.
  2. હવે વધેલા ગાંઠિયા માં બધો મસાલો ઉમેરો.
  3. હવે તેને સારી રીતે મિક્સ કરી લો.
  4. હવે આ મિશ્રણ ને મરચા માં ભરો.
  5. હવે નોનસ્ટિક તવા માં તેલ મુકો અને તેમાં રાઈ નો વઘાર કરો.
  6. રાઈ ચટકે એટલે મરચા મુકો અને ધીમા તાપે ચડવા દો.
  7. તો લો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ લીલા મરચા.

Reviews for Stuffed Green Chilli With Gathiya Recipe in Gujarati (0)