હોમ પેજ / રેસિપી / વધેલા ખમણમાંથી ખમણી

Photo of Khamni from leftover khaman by Dimpal Patel at BetterButter
316
6
0.0(0)
1

વધેલા ખમણમાંથી ખમણી

Nov-22-2018
Dimpal Patel
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલા ખમણમાંથી ખમણી રેસીપી વિશે

ખમણી ખૂબ જ જાણીતી ગુજરાતી ડીશ છે. જો તમારી પાસે ખમણ વધ્યા હોય તો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ટેસ્ટી ખમણી તમે બનાવી શકો. જેને સેવ સાથે ખાવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ખમણ - ૨૫૦ ગ્રામ
  2. દૂધ - ૧ ગ્લાસ
  3. ખાંડ - ૩ મોટી ચમચી ( તમારા ટેસ્ટ પ્રમાણે)
  4. ખાંડેલું સૂકું લસણ - ૧ મોટી ચમચી
  5. **વઘાર માટે :
  6. રાઇ - ૧ નાની ચમચી
  7. તેલ - ૨ થી ૩ મોટી ચમચી
  8. **સજાવવા માટે :
  9. દાડમના દાણા - ૨ મોટી ચમચી
  10. કાપેલી કોથમીર - ૨ મોટી ચમચી
  11. સેવ - ૧ કપ

સૂચનાઓ

  1. એક બાઉલમાં ખમણને છીણી લેવા. પછી તેમાં દૂધ , ખાંડ અને ખાંડેલું લસણ મિક્સ કરવું.
  2. એક નોનસ્ટિક પેણીમાં તેલ લેવું. તેમાં રાઈ ઉમેરવી.
  3. રાઈ તતડે પછી તેમાં ખમણનું મિશ્રણ ઉમેરવું. મીડિયમ ગેસ પર સતત હલાવતા રહેવું.
  4. મિશ્રણ પેણીની સાઈડ છોડે ત્યાં સુધી થવા દેવું.
  5. કોથમીર અને દાડમના દાણાથી સજાવવું.
  6. સેવ સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર