હોમ પેજ / રેસિપી / રોટી રોલ્સ ( વધેલી રોટી ના)

Photo of LEFTOVER ROTI ROLLS by Deepa Rupani at BetterButter
420
8
0.0(0)
0

રોટી રોલ્સ ( વધેલી રોટી ના)

Nov-22-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટી રોલ્સ ( વધેલી રોટી ના) રેસીપી વિશે

આપણે સૌ અન્ન ના મહત્વ વિશે જાણીએ છીએ . એક જાગૃત ગૃહિણી તરીકે અન્ન ના બગાડ ની સખત વિરોધી છું. જ્યારે વિશ્વ માં ઘણા લોકો ને અન્ન મળતું નથી ત્યારે આપણે અન્ન નું મહત્વ સમજવું જોઈએ અને સમજાવું પણ જોઈએ. આપણાં સૌ ના ઘર માં કાઈ ને કાઈ વધતું જ હોઈ છે, એને કચરા માં ફેકવાને બદલે એને ફરી ઉપયોગ કરી કાઈ નવી વાનગી બનાવા માં ઉપયોગ કરવો જોઈએ. આપણે સૌ વધેલી રોટલી માંથી ચેવડો, વઘારેલી રોટલી, ચૂરમું બનાવતા હોઈ છે પણ મેં તેમાંથી પાતરા ની જેમ રોલ્સ બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 12 ફુલકા રોટી
  2. 2 કપ ચણા નો લોટ
  3. 1 tbsp લીલા મરચા વાટેલા
  4. 1 tsp હળદર
  5. 1 tsp લાલ મરચું
  6. 1 tbsp ખાંડ
  7. 1 tbsp લીંબુ નો રસ
  8. 1 tsp ગરમ મસાલા
  9. વઘાર માટે:
  10. 2 Tbsp તેલ
  11. 1 tsp રાઈ
  12. 1 tsp તલ
  13. 1 tsp જીરું
  14. 10 લીમડા ના પાન
  15. ચપટી હિંગ
  16. સજાવટ માટે :
  17. ઝીણી સુધારેલી કોથમીર

સૂચનાઓ

  1. ચણા ના લોટ માં બધા મસાલા નાખી, પાણી ઉમેરી જાડું ખીરું તૈયાર કરો.
  2. એક રોટી ઉપર ખીરું ચોપડવું, પછી બીજી રોટી મૂકી પાછું ખીરું લગાવવું, પાછી રોટી મૂકી ખીરું લગાવી, રોલ કરી દેવો.
  3. આવી રીતે બાકી ની રોટલી ના રોલ તૈયાર કરો.
  4. તૈયાર કરેલા રોલ્સ ને ઢોકળા ના કુકર માં વરાળ માં બાફી લો.
  5. બફાઈ જાય એટલે ઠંડા થઈ જાય એટલે પાતરા ની જેમ કાપી લેવા.
  6. પછી વઘાર ની સામગ્રી થી વઘાર કરી લેવો, કોથમીર ભભરાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર