હોમ પેજ / રેસિપી / વધેલી રોટલીના ચિલ્લા

Photo of Roti chilla by Dimpal Patel at BetterButter
592
5
0.0(0)
1

વધેલી રોટલીના ચિલ્લા

Nov-22-2018
Dimpal Patel
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલી રોટલીના ચિલ્લા રેસીપી વિશે

આ ખૂબ જ ઝડપથી બની જતી ડીશ છે. વધેલી રોટલીમાંથી બનેલી ખૂબ જ ટેસ્ટી ડીશ છે. ટેસ્ટ તો બિલકુલ આમલેટ જેવો જ આવે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. વધેલી રોટલી - ૪
  2. ચણાનો લોટ - ૧/૪ કપ
  3. ઝીણા સમારેલા કાંદા - ૧ મોટી ચમચી
  4. ઝીણા સમારેલા કેપ્સિકમ - ૧ મોટી ચમચી
  5. ઝીણી સમારેલી કોથમીર - ૧ મોટી ચમચી
  6. લીલાં મરચાં ની પેસ્ટ - ૧ મોટી ચમચી
  7. આદુ લસણની પેસ્ટ - ૧ નાની ચમચી
  8. હળદર - ૧/૪ નાની ચમચી
  9. લાલ મરચાં ની ભૂકી - ૧/૨ નાની ચમચી
  10. ધાણા જીરું પાવડર - ૧ નાની ચમચી
  11. ગરમ મસાલો - ૧ નાની ચમચી
  12. મીઠું - ૧/૨ નાની ચમચી
  13. લીંબુ નો રસ - ૧ નાની ચમચી
  14. તેલ - ૧/૪ કપ

સૂચનાઓ

  1. એક બાઉલમાં રોટલી અને તેલ સિવાયની બધી સામગ્રી લઈને બરાબર મિક્ષ કરવી.
  2. જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું. ખીરું બહુ જાડું કે બહુ પાતળું નહીં હોવું જોઇએ.
  3. એક નોનસ્ટિક તાવી પર એક રોટલી મુકવી. તેની પર ૩ નાની ચમચી ખીરું પાથરવું.
  4. રોટલીનો પલટાવીને બીજી બાજુ પણ ખીરું પાથરવું.
  5. રોટલીની સાઈડ પર ૧ થી ૨ નાની ચમચી તેલ રેડવું અને મીડિયમ ગેસ પર બંને બાજુ સેલો ફ્રાય કરવી.
  6. આ રીતે બધી રોટલીના ચિલ્લા બનાવી લેવા.
  7. ટોમેટો સોસ સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર