BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / થૈયર સાદમ (કર્ડ રાઈસ)

Photo of CURD RICE by Deepa Rupani at BetterButter
2
6
0(0)
0

થૈયર સાદમ (કર્ડ રાઈસ)

Nov-23-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થૈયર સાદમ (કર્ડ રાઈસ) રેસીપી વિશે

થૈયર સાદમ એટલે કે કર્ડ રાઈસ એ આપણા સૌને ભાવતી ભાત ની વાનગી છે. દક્ષિણ ભારત માં થૈયર એટલે દહીં અને સાદમ એટલે ભાત થાય છે. આપણે ગુજરાતીઓ બપોર ના જમવા માં પુરી રસોઈ બનાવતા જ હોઈએ અને કાયમ થોડું ઘણું જમવાનું બચી જતું હોય જ. કર્ડ રાઈસ એ વધેલા ભાત માંથી બનતી અનેક સ્વાદિષ્ટ વાનગી માં થી એક છે. બનાવામાં સરળ અને પચવામાં હલકી એવી આ વાનગી મારી તો બહુ પ્રિય છે, તમારી છે?

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • તમિલનાડુ
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ વધેલા ભાત
  2. 1 કપ મોળું દહીં ઝેરવેલું
  3. 2 ટે.સ્પૂન તેલ
  4. 3 ઝીણા સુધારેલા લીલા મરચા
  5. 2 ટે. સ્પૂન ઝીણી સુધારેલી કાકડી
  6. 2 ટે. સ્પૂન ગાજર છીણેલું
  7. 1 ટી.સ્પૂન રાઈ
  8. 1 ટી. સ્પૂન અડદ દાળ
  9. ચપટી હિંગ
  10. 10 મીઠા લીમડા ના પાન
  11. 2 લાલ સૂકા મરચાં( વૈકલ્પિક)
  12. 1 ટે. સ્પૂન કોથમીર ઝીણી સુધારેલી
  13. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. એક વાસણ માં ભાત, દહીં, ગાજર, અડધી કોથમીર અને મીઠું નાખી સરખી રીતે મિક્સ કરી લો.
  2. બીજા એક વાસણ માં તેલ ગરમ મૂકી રાઈ નાખીને, તતળે એટલે હિંગ, લીમડો, અડદ ની દાળ અને લીલા મરચા નાખી થોડી સેકન્ડ હલાવો. પછી કાકડી પણ નાખી દો અને થોડી વધારે સેકન્ડ હલાવો.
  3. આ તૈયાર થયેલો વઘાર દહીં ભાત માં ઉમેરો ,સાથે બાકી ની કોથમીર પણ નાખી સરખી રીતે મિક્સ કરી લો.
  4. જરૂર મુજબ પાણી ઉમેરવું અને થોડી વાર થવા દેવું.
  5. કોથમીર થી સજાવી પાપડ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર