હોમ પેજ / રેસિપી / સેઝવાન ખીચડી

Photo of Szechwan Khichdi by Deepa Rupani at BetterButter
1008
6
0.0(0)
0

સેઝવાન ખીચડી

Nov-23-2018
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેઝવાન ખીચડી રેસીપી વિશે

ખીચડી એ ગુજરાત ની મુખ્ય વાનગી છે. હવે તો તેને રાષ્ટ્રીય વાનગી તરીકે સ્થાન મળ્યું છે. ખીચડી એ પચવામાં માં હલકી છે અને બીમાર માણસો ના ખોરાક તરીકે વધારે ઓળખાય છે. ઘણા બાળકો ખીચડી ના નામ થી મોઢું ચડાવે છે. ખીચડી આપણે ઘણા પ્રકાર ની બનાવીએ છીએ. બાળકો ને અને જેને ખીચડી ના ભાવતી હોઈ તેને ખીચડી ખવડાવવા મેં fusion ખીચડી બનાવી છે. સેઝવાન ખીચડી, સાદી ખીચડી નું તીખું તમતમતું સ્વરૂપ આપ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • મિશ્રણ
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ વધેલી ખીચડી
  2. 1 ટે. સ્પૂન તેલ
  3. 1 ટે.સ્પૂન ઝીણું સુધારેલું આદુ
  4. 1 ટે.સ્પૂન ઝીણું સુધારેલું લસણ
  5. 1 ડુંગળી કાપેલી
  6. 2 ટે.સ્પૂન કેપ્સિકમ, સળી જેવા સુધારેલા
  7. 2 ટે.સ્પૂન ગાજર, સળી જેવા સુધારેલા
  8. 1 ટે.સ્પૂન સોયા સોસ
  9. 1 ટે.સ્પૂન રેડ ચીલી સોસ
  10. 2 ટે.સ્પૂન સેઝવાન સોસ
  11. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. તેલ ગરમ કરી, ડુંગળી ને સાંતળો, થોડી સંતળાઈ એટલે ગાજર નાખી ને થોડું સાંતળો, ત્યારબાદ કેપ્સિકમ નાખી થોડું સાંતળો.
  2. હવે બધા સોસ, આદુ લસણ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  3. હવે વધેલી ખીચડી ઉમેરો અને થોડું પાણી નાખી સારી રીતે મિક્સ કરી થોડી વાર કુક કરો.
  4. ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર