હોમ પેજ / રેસિપી / વધેલા ભાત ના હરા ભરા કબાબ

Photo of Leftover rice harabhara kabab by Urvashi Belani at BetterButter
619
5
0.0(0)
0

વધેલા ભાત ના હરા ભરા કબાબ

Nov-24-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલા ભાત ના હરા ભરા કબાબ રેસીપી વિશે

આ રેસીપી માં વધેલા ભાત માં પાલક, પનીર, બટાકા,લીલી ડુંગળી વગેરે ને ઉમેરી હેલ્દી કબાબ બનાવી તેને શેલો ફ્રાય કરી સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • એકલા
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 વાટકી વધેલા ભાત
  2. 3 બાફેલા અને મેશ કરેલા બટાકા
  3. 50ગ્રામ છીણેલું પનીર
  4. 250ગ્રામ પાલક
  5. 3 ચમચા વેસણ
  6. 2 બારીક કાપેલી લીલી ડુંગળી
  7. 2ચમચી વાટેલા આદુ મરચા
  8. 1/2 ચમચી જીરું
  9. 1 ચમચી લાલ મરચું
  10. 1/2 ચમચી ચાટ મસાલો
  11. 1/2 ચમચી ગરમ મસાલો
  12. 1/2 ચમચી આમચૂર પાવડર
  13. સ્વાદાનુસાર નમક
  14. કોથમીર
  15. શેલો ફ્રાય કરવા માટે તેલ

સૂચનાઓ

  1. પાલક ને બાફી લો, પછી નિચોડી ને પાણી કાઢી, હાથ થી મસળી લો. ભાત ને મસળી લો.
  2. એક વાસણ માં ભાત, પાલક, બટાકા અને બધી સામગ્રી ભેગી કરો.
  3. બધાને બરાબર મિક્ષ કરો.
  4. આ મિશ્રણ માંથી લંબગોળ અથવા મનપસંદ આકાર આપી કબાબ બનાવો.
  5. નોનસ્ટિક ફ્રાય પેન માં થોડું તેલ નાખી બંને બાજુ ધીમી આંચ પર શેલો ફ્રાય કરો.
  6. ગરમા ગરમ કબાબ લિલી ચટણી અથવા ટામેટા ના સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર