હોમ પેજ / રેસિપી / બેબી કોર્ન જાલફ્રેઝી મેકરોની પાસ્તા

Photo of Baby Corn Jalfrazie Macroni Pasta by Leena Sangoi at BetterButter
460
3
0.0(0)
0

બેબી કોર્ન જાલફ્રેઝી મેકરોની પાસ્તા

Nov-24-2018
Leena Sangoi
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેબી કોર્ન જાલફ્રેઝી મેકરોની પાસ્તા રેસીપી વિશે

બેબી કોર્ન જાલફ્રેઝી પાસ્તા એક સ્વાદિષ્ટ વાનગી છે. ઈટાલિયન અને ચાઈનીઝ નો સમન્વય ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મિશ્રણ
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ મેકરોની પાસ્તા ( બાફેલા)
  2. ૨ ચીઝ કયુબસ
  3. ૧ કપ લેફટ ઓવર બેબી કોર્ન જાલફ્રેઝી નું શાક
  4. બેબી કોર્ન જાલફ્રેઝી માટે ૩/૪ કપ બેબી કોર્ન
  5. ૧/૪ કપ સમારેલ લીલું કેપ્સિકમ
  6. ૧/૪ કપ સમારેલ પીળું કેપ્સિકમ
  7. ૧/૪ કપ સમારેલ લાલ કેપ્સિકમ
  8. ૨ ચમચી તેલ
  9. ૧/૪ નાની ચમચી હળદર પાવડર
  10. ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
  11. ૧/૨ નાની ચમચી ધાણા જીરું પાવડર
  12. ૧/૨ કપ સમારેલ ટામેટા
  13. ૨ મોટા ચમચી ટોમેટો કેચઅપ
  14. ૨ મોટી ચમચી ટામેટા પ્યુરી
  15. ૧ ચમચી સેઝવાન સોસ
  16. ૧ ચમચી ચિલી સોસ
  17. ૧ નાની ચમચી સરકો
  18. ૧/૪ ચમચી સાકર
  19. સ્વાદ મુજબ મીઠું
  20. ૧ ચમચી કસુરી મેથી 
  21. કોથમીર

સૂચનાઓ

  1. કડાઈમાં તેલ ગરમ કરી જીરું ઉમેરો અને એક મિનિટ માટે સાંતળો.
  2. બેબી કોર્ન સાતળો અને સાઈડ માં રાખો.
  3. એ જ કઢાઈ માં તેલ ગરમ કરી ટમેટાં નરમ થાય ત્યાં સુધી સાતળો.
  4. ટમેટા પ્યુરી ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાંસુધી ચઢવો.
  5. ૨ થી ૩મિનિટ સુધી મધ્યમ તાપ પર લીલું, લાલ અને પીળા કેપ્સિકમ સાતળો.
  6. બેબી કોર્ન, હળદર પાઉડર,લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાવડર, ટોમેટો કેચઅપ, સારી રીતે મિશ્રણ કરો અને ૧ થી ૨મિનિટ માટે એક મધ્યમ તાપ પર હલાવી ને સાતળો.
  7. કસૂરી મેથી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  8. સેઝવાન સોસ,ચિલી સોસ, સરકો,સાકર , અને મીઠું ઉમેરો, સારી રીતે ઉમેરો અને ૧ મિનિટ માટે એક મધ્યમ તાપે ચઢવો.
  9. બાફેલા મેકરોની પાસ્તા નાખીને મિકસ કરો.
  10. બાઉલ માં કાઢી ઉપર ખમણેલુ ચીઝ નાખી ગરમ પીરસો.
  11. લેફટ ઓવર શાક માં થી બેસ્ટ ઓવર પાસ્તા તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર