હોમ પેજ / રેસિપી / વધેલા મંચુરિયન માંથી મંચુરિયન ફ્રાઈડ રાઈસ

Photo of Manchurian fried rice by Shraddha Patel at BetterButter
512
4
0.0(0)
0

વધેલા મંચુરિયન માંથી મંચુરિયન ફ્રાઈડ રાઈસ

Nov-25-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલા મંચુરિયન માંથી મંચુરિયન ફ્રાઈડ રાઈસ રેસીપી વિશે

મંચુરિયન વધેલા હોય એમાંથી ફ્રાઈડ રાઈસ બનાવેલ છે. જે ખુબજ સરસ લાગે છે. તમે પણ ચોક્કસ થી બનાવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • સ્ટર ફ્રાય
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 2

  1. 8-10 વધેલા મંચુરિયન બોલ્સ
  2. એક કપ ચોખા
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. જરૂર મુજબ પાણી
  5. બે ચમચી તેલ
  6. એક ચમચી સોયા સૉસ
  7. એક ચમચી રેડ ચીલી સૉસ
  8. એક ચમચી ગ્રીન ચીલી સૉસ
  9. એક ચમચી વિનેગર
  10. એક ગાજર બારીક સમારેલું
  11. એક નાનું કેપ્સિકમ ચોરસ કટકા મા કાપેલું
  12. ચાર ચમચી બારીક સમારેલી ફણસી
  13. ચાર ચમચી કાપેલું કોબીજ
  14. એક નંગ ડુંગળી ની બારીક સ્લાઈસ
  15. બે ચમચી લીલી ડુંગળી ના પાન
  16. એક ચમચી બારીક સમારેલું લસણ
  17. એક ટુકડો છીણેલું આદુ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોખા ધોઈ ને મીઠું નાખી ને રાંધી લો.
  2. ચોખા રંધાઈ ગયા બાદ એક પેન મા તેલ લો.
  3. હવે તેમાં આદુ અને લસણ સાંતળો.
  4. ત્યારબાદ ડુંગળી સાંતળો.
  5. હવે તેમાં ગાજર, કેપ્સિકમ, કોબીજ અને ફણસી ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
  6. હવે તેમાં બધા સૉસ અને વિનેગર નાખી મિક્સ કરી લો.
  7. હવે તેમાં મંચુરિયન અને રાંધેલા ભાત ઉમેરી મિક્સ કરી લો.
  8. ત્યારબાદ તેના પર લીલી ડુંગળી ના પાન નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર