BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / રાઈતા રાઈસ

Photo of Raita Rice by Rani Soni at BetterButter
0
6
0(0)
0

રાઈતા રાઈસ

Nov-25-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાઈતા રાઈસ રેસીપી વિશે

રાઈતા રાઈસ અે કર્ડ રાઈસ સમાન છે.કર્ડ રાઈસ આમ તો સાઉથ ની ડીશ છે જેને મે લેફટઓવર રેસીપી નો ઉપયોગ કરી યુનિક ભારતીય જુગાડ કરી લીધો છે જેમાં મે વધેલા દાડમ ના રાઈતા માં બચી ગયેલા ભાત ઉમેરી ડીશ તૈયાર કરી છે.જે મને તો અેકદમ સરસ લાગી તમે પણ જરુર બનાવજો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ વધેલા ભાત
  2. 1 1/2 કપ વધેલ દાડમ નું રાઈતું
  3. 1 ચમચી તેલ
  4. 1 નંગ સુધારેલ લીલા મરચા
  5. 1 નાની ચમચી રાઈ
  6. 8-9 મીઠા લીમડા ના પાન
  7. હીંગ ચપટી
  8. 1 લાલ સૂકું મરચું
  9. 1 ચમચી કોથમીર
  10. સમારેલ 5-6 ફુદીના પાન
  11. મીઠું સ્વાદામુજબ

સૂચનાઓ

  1. એક બાઉલમાં ભાત,1 કપ દાડમ નું રાઈતું ,કોથમીર અને મીઠું નાખી મિક્સ કરો
  2. એક પેન માં તેલ ગરમ મૂકી રાઈ નાખીને,હિંગ,3-4 લીમડા પાન,લીલા મરચાં નાખી થોડી સેકન્ડ હલાવો
  3. તેમાં સૂકું આખું લાલ મરચું ઉમેરી વઘાર રાઉતા વાળા ભાત માં ઉમેરો
  4. મિક્સ કરી લો
  5. ડીશ માં રાઈતા રાઈસ મૂકી સાઈડ પર દાડમ રાઈતા મૂકી કોથમીર,લીમડો,ફુદીના પાન થી સજાવી પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર