હોમ પેજ / રેસિપી / Leftover Roti Chakri

Photo of Leftover Roti Chakri by Bharti Khatri at BetterButter
937
12
0.0(2)
0

Leftover Roti Chakri

Nov-25-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૭-૮ વધેલી રોટલી
  2. ૨ ચમચા રોટલી નો ઘઉંનો લોટ
  3. ૧ ચમચો દુધ ની મલાઈ
  4. ૨ ચમચી લાલ મરચુ પાઉડર
  5. ૧ ચમચી હળદર
  6. ૧ ચમચી ગરમ મસાલો
  7. ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  8. ૧ ચમચી અજમો
  9. ૧ ચમચી ખાંડ
  10. ૧ ચમચો તલ
  11. ૧/૨ ચમચી આમચુર પાઉડર
  12. તેલ પ્રમાણસર
  13. મીંઠુ સ્વાદમુજબ

સૂચનાઓ

  1. ૭ થી ૮ વધેલી રોટલી લેવી.
  2. રોટલી ના મોટા ટુકડા કરી લેવા.
  3. હવે તેને આ રીતે ઝીણું મિક્સર મા પીસી લેવુ અને લોટ ની ચાળણી થી ચારી લેવુ.
  4. હવે તેમા લાલ મરચુ પાઉડર, હળદર, ગરમ મસાલો, ધાણાજીરુ પાઉડર, તલ, અજમો, મીંઠુ, ખાંડ બધા મસાલા અને મલાઈ નુ મોણ અને રોટલી નો ઝીણો લોટ બધુ જ બરાબર મિક્સ કરી લેવુ.
  5. આ રીતે રોટલી ના લોટ ની જેમ નરમ (ઢીલો) લોટ બાંધવો.
  6. હવે ચકરી ના મશીન મા તેલ લગાવી ને ચીકણુ કરવું.
  7. હવે ચકરી ના મશીન મા લોટ નો મોટો લોયો કરી મશીન મા ભરી લેવો.
  8. હવે તેલ ગરમ કરવા મુકવુ.
  9. તેલ ગરમ થાય ત્યા સુધી બધી ચકરી બનાવી લેવી.
  10. આ રીતે બધી ચકરી બનાવી લેવી.
  11. તેલ બરાબર ગરમ થાય એટલે બધી ચકરી તળી લેવી.
  12. આ રીતે બધી ચકરી લાઈટ બ્રાઉન કલર થાય ત્યા સુધી તળવી. તૈયાર છે કુરકુરી ચકરી આપ તેને બાળકો ના નાસ્તા મા કે ચા, કોફી, દુધ સાથે પણ ખાઈ શકો છો.

સમીક્ષાઓ (2)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dhara joshi
Nov-27-2018
Dhara joshi   Nov-27-2018

ખૂબ સરસ

Rani Soni
Nov-25-2018
Rani Soni   Nov-25-2018

Wahh

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર