હોમ પેજ / રેસિપી / રાઈસ મંચુરિયન

Photo of Rice manchurian by Shraddha Patel at BetterButter
558
3
0.0(0)
0

રાઈસ મંચુરિયન

Nov-26-2018
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાઈસ મંચુરિયન રેસીપી વિશે

ચાઈનીઝ ક્યુઝિન ની પ્રખ્યાત ડીશ એટલે મંચુરિયન. સૌ કોઈ ને પસંદ હોય છે. અહીં આ ડીશ વધેલા ભાત માંથી બનાવેલ છે. ટેસ્ટ મા ખુબજ સરસ લાગે છે તો તમે પણ ટ્રાઈ કરો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • સ્ટર ફ્રાય
  • તળવું
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 3

  1. અડધો કપ રાંધેલા ભાત
  2. 1/4 કપ મેંદો
  3. બે ચમચી કોર્ન ફ્લોર
  4. અડધો કપ છીણેલું ગાજર
  5. એક કપ છીણેલું કોબીજ
  6. એક ટુકડો છીણેલું આદુ
  7. એક ચમચી લસણ બારીક સમારેલું
  8. ચાર ચમચી લીલી ડુંગળી ના પાન
  9. સ્વાદ પ્રમાણે મીઠું
  10. એક નંગ ડુંગળી ની પાતળી સ્લાઈસ
  11. એક નંગ કેપ્સિકમ ના કટકા
  12. ત્રણ ચમચી તેલ
  13. તેલ તળવા માટે
  14. અડધી ચમચી મરી પાવડર
  15. એક ચમચી આદુ લસણ મરચા ની પેસ્ટ
  16. એક ચમચી સોયા સૉસ
  17. એક ચમચી રેડ ચીલી સૉસ
  18. એક ચમચી ગ્રીન ચીલી સૉસ
  19. એક ચમચી ટમેટા કેચઅપ
  20. એક ચમચી વિનેગર

સૂચનાઓ

  1. એક મિક્સિંગ બાઉલ મા રાંધેલા ભાત, છીણેલું ગાજર, છીણેલું કોબીજ, આદુ મરચા લસણ ની પેસ્ટ, મીઠું, મેંદો અને કોર્ન ફ્લૉર નાખી બરાબર મિક્સ કરી લો.
  2. હવે મિશ્રણ ના ગોળા બનાવી ગરમ તેલ મા તળી લો.
  3. હવે એક કઢાઈ મા તેલ લો. ત્યારબાદ તેમાં લસણ અને આદુ ઉમેરો.
  4. હવે ડુંગળી ની સ્લાઈસ ઉમેરી એક મિનિટ માટે સાંતળો. ઊંચી આંચ પર જ સાંતળવું.
  5. ત્યારબાદ કેપ્સિકમ ના કટકા ઉમેરો. મીઠું ઉમેરી મિક્સ કરો.
  6. હવે બધા સૉસ અને વિનેગર નાખી મિક્સ કરો.
  7. હવે તેમાં તળેલા મંચુરિયન બોલ્સ નાખી દો.
  8. ત્યારબાદ લીલી ડુંગળી ના પાન નાખી બરાબર મિક્સ કરી ગરમાગરમ રાઈસ મંચુરિયન પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર