હોમ પેજ / રેસિપી / વધેલી ખીચડી ના મુઠીયા

Photo of Leftover Khichdi muthiya by Mumma's kitchen at BetterButter
0
6
0(0)
0

વધેલી ખીચડી ના મુઠીયા

Nov-26-2018
Mumma's kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલી ખીચડી ના મુઠીયા રેસીપી વિશે

આપણે ત્યાં રોજ ની રસોઈ મા કંઈ ને કંઇ વાનગી વધતી જ હોય છે, ભાત, દાળ, શાક રોટલી, ખીચડી વગેરે.. આ વધેલી વાનગી ને એમ જ ઠંડી ખાવા કરતા તેમા થોડા ફેરફાર કરીને ને તેમાથી કોઈ નવી વાનગી બનાવીએ તો સૌ કોઈ ખાઈ લે છે, આજ હું આવી જ એક વધેલી ડીશ નો ઉપયોગ કરીને ને તેની વાનગી બનાવી છે અને તે છે વધેલી ખીચડી ના મુઠીયા, તે સ્વાદ મા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. એક બાઉલ વધેલી ખીચડી
  2. 250 ગ્રામ ઘઉં નો કરકરો લોટ
  3. 1/2 કપ ચણા નો લોટ
  4. 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ
  5. 2 ટેબલસ્પૂન આદુ લસણ ની પેસ્ટ
  6. 1/2 ટી સ્પૂન હળદર
  7. 1 ટેબલસ્પૂન લાલ મરચુ
  8. 1 ટેબલસ્પૂન ખાંડ( ઓપશનલ)
  9. બારિક સમારેલી કોથમીર
  10. 3-4 ટેબલસ્પૂન તેલ મોણ માટે
  11. સ્વાદ અનુસાર મીઠું
  12. વઘાર કરવા ની સામગ્રી ---
  13. 3-4 ટેબલસ્પૂન તેલ
  14. 1 ટેબલસ્પૂન રાઇ જીરૂ
  15. 2 ટેબલસ્પૂન તલ
  16. 8-10 મીઠા લીમડાના પાન
  17. ગારનીશ કરવા માટે સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ મા લોટ,ખીચડી અને ઉપર જણાવ્યા મુજબ ના મસાલા ઉમેરો
  2. તેમા જરૂર મુજબ પાણી ઉમેરીને તેનો ઢીલો લોટ બાંધી લો
  3. ત્યાર બાદ તેના એકસરખા રોલ કરવા અને તેને ચારણી મા અથવા સ્ટીમ કરવા ના વાસણ મા મૂકો
  4. તેને ઢાંકણ ઢાંકી ને 20 મિનીટ સુધી બાફવા
  5. ચપ્પુ વડે ચેક કરી લો જો ચપ્પુ ક્લીન બહાર આવે તો સમજવું કે મુઠીયા ચઢી ગયા છે
  6. તે ઠંડા પડે એટલે તેના પીસ કરી લો
  7. એક કડાઈમાં માં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું તલ મીઠા લીમડાના પાન નાખી મુઠીયા વઘારી લો
  8. તૈયાર છે ગરમા ગરમ ખીચડી ના મુઠીયા તેને લીલી ચટણી સાથે અથવા દહીં સાથે પીરસી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર